રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી, રાજકોટ સહીત આ શહેરોમાં કરા પડવાની શકયતા

  • March 06, 2023 09:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજસ્થાન પર એક સરક્યુલેશન સક્રિય થયું છે. જેની સીધી અસર ગુજરાતા વાતાવરણ પર જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસ સામાન્યથી છૂટોછવાયો વરસાદ પડશે. આ ત્રણ દિવસ દરમિયાન ઠંડર સ્ટ્રોમ અને હેલસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે.  ત્રણ દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે. 



હાવામાન વિભાગે  અમરેલી, સોમનાથ, ભાવનગરમાં વરસાદની પડવાની આગાહી કરી છે તો બીજી તરફ રાજકોટ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ અને હેલસ્ટ્રોમ રહેશે. હેલસ્ટ્રોમમાં બરફ પડશે, જેમાં બરફના કરા પડી શકે છે. જ્યારે વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા અને સુરતમાં સામાન્ય વરસાદ રહેશે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એક સિસ્ટમ બનવાને કારણે વરસાદી માહોલ રહેશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application