જામનગરમાં ચોરાઉ મોબાઇલ સાથે એકને પકડી લેતી રેલ્વે પોલીસ

  • December 16, 2023 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ રેલ્વે પોલીસ અધિક્ષક બલરામ મીણાએ યુનિટમાં નોંધાયેલ મિલકત વિરુઘ્ધના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા સુચના આપી હતી જે અન્વયે રાજકોટ વિભાગીય પોલીસ અધિકારી જે.કે. ઝાલા તથા પીએસઆઇ પી.વી. ડોડીયાના સીધા માર્ગદર્શન હેઠળ ટેકનીકલ સોર્સ આધારે જામનગર રેલ્વે પોલીસ સ્ટેશનનો સ્ટાફ તપાસમાં હતો.


દરમ્યાન ચોરીમાં ગયેલા મોબાઇલ ફોન સાથે લાલપુર ઉગમણા ઝાંપે રહેતા નિર્મલ આલા ચોપડા નામના શખ્સને દબોચી લીધો હતો અને મોબાઇલ ચોરી ડીટેકટ કરી હતી, આ કામગીરી પીએસઆઇ ડોડીયા અને રેલ્વે સ્ટાફના હેડ કોન્સ દેવાયતભાઇ, કોન્સ. ભરતભાઇ, જયેશભાઇ, હાર્દિકભાઇ અને મયુરભાઇ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application