રેલનગર પાસે આવાસમાં મહિલા સંચાલિત જુગારધામ પર દરોડો: નવ શખસો ઝડપાયા

  • June 04, 2024 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના રેલનગર વિસ્તારમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતી મહિલાના મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર પ્ર.નગર પોલીસે દરોડો પાડી અહીં જુગાર રમતા નવ શખસોને ઝડપી લીધા હતા.પોલીસે તેમની પાસેથી રોકડ પિયા ૬૩,૪૦૦ તથા બે મોબાઈલ સહિત કુલ પિયા ૭૩,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, પ્ર.નગર પોલીસ સ્ટેશનના પી.આઈ બી.એમ.ઝણકાટની રાહબરી હેઠળ પીએસઆઇ બી.વી.ચુડાસમા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ અંકિતભાઈ નિમાવતને મળેલી બાતમીના આધારે રેલનગર વિસ્તારમાં આવેલી છત્રપતિ શિવાજી ટાઉનશીપ વીંગ નંબર એફ બ્લોક નંબર ૨૦૨ માં રહેતા ભકિતબેન જયંતીલાલ રાજગોરના લેટમાં પોલીસે દરોડો પાડો હતો.
પોલીસે અહીં જુગાર રમતા નવ શખસોને ઝડપી લીધા હતા જેમાં ભકિતબેન રાજગોર (ઉ.વ ૫૦) ઉપરાંત વજુ રાયધનભાઈ બકુત્રા(ઉ.વ ૫૬) અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા (ઉ.વ ૫૦), શૈલેષગીરી રામગીરી ગોસાઈ(ઉ.વ ૫૨), જીતેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ સરવૈયા (ઉ.વ ૪૦), કેશવજી ડાયાભાઈ ચાવડા(ઉ.વ ૬૧), ભગવાન કરશનભાઈ ચૌહાણ (ઉ.વ ૫૫), નિતેશ નાનજીભાઈ અકબરી(ઉ.વ ૪૦) અને ભરત મનસુખભાઈ અઘારા (ઉ.વ ૪૫) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૬૦,૩૦૦ તથા બે મોબાઈલ મળી કુલ પિયા ૭૩,૪૦૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application