જલારામ નમકીનમાં દરોડા; ૧૪૦ કિલો પેટીસનો નાશ

  • August 23, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની ફડ બ્રાન્ચ દ્રારા શ્રાવણ માસ તથા વ્રતના તહેવારોને અનુલક્ષીને ફરાળી ચીજ વસ્તુઓનો વ્યાપક ઉપયોગ થતો હોય સમગ્ર માસ દરમિયાન રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરાળી લોટ, ફરાળી પેટીશ, ફરાળી વાનગીઓ વગેરેના ઉત્પાદક–વિક્રેતાઓ ફરસાણની દુકાનો મળી કુલ ૭૨ પેઢીઓમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું જેમાં ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર રૈયા ટેલિફોન એકસચેન્જ ચોક નજીકના તુલસી બાગ સામે ગુણાતીત મેઇન રોડ ઉપર આવેલી જલારામ નમકીન નામની પેઢીમાંથી બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં રાખેલ ૧૪૦ કિલો પેટીસના જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ તથા પેઢીને નોટિસ ફટકારવામાં આવી હતી. વિશેષમાં ફુડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ ફરાળી ચીજોના કુલ ૧૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

ઉપરોકત કાર્યવાહી ઉપરાંત શહેરના માંડા ડુંગર–આજી ડેમ વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી કરી ૧૧ને ફડ લાઇસન્સ લેવા નોટિસ અપાઇ હતી તેમજ ખાધ્યચીજોના ૧૮ નમૂનાની સ્થળ ઉપર જ ફડ સેફટી વાનમાં ચકાસણી કરાઇ હતી, જેમાં (૧) ખોડિયાર કોલ્ડડિં્રકસ (૨)મિલન ખમણ (૩)દ્રારકેશ ડેરી ફાર્મ (૪)શકિત કૃપા ફરસાણ (૫)ગુન ગુન પાણીપુરી (૬)શિવ ઘૂઘરા (૭)દાસારામ ફરસાણ (૮) બાલાજી દાળ–પકવાન (૯)શ્યામ જનરલ સ્ટોર (૧૦) માલધારી ડેરી ફાર્મ તેમજ (૧૧) શુભમ ડેરી ફાર્મ સહિત ૧૧ને ફડ લાઇસન્સ મેળવવા નોટિસ ફટકારાઇ હતી. યારે (૧૨) ફ્રોઝન ઝોન જનરલ સ્ટોર (૧૩) શિવ પ્રોવિઝન સ્ટોર (૧૪) મોગલ ગાંઠિયા (૧૫) શિવ ડેરી ફાર્મ (૧૬) રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ (૧૭) કિરણ સુપર સ્ટોર (૧૮) બાલાજી સ્વીટસ (૧૯) કૃપા જનરલ સ્ટોર (૨૦) ગોકુલ ગાંઠિયા સહિતની આઠ દુકાનોમાં ફડ ચકાસણી કરવામાં આવી હતી

લોકમેળાના ખાણીપીણીના સ્ટોલ્સને મનપા ટેમ્પરરી ફડ લાયસન્સ આપશે

રેસકોર્સમાં યોજાનાર જન્માષ્ટ્રમી લોકમેળો–૨૦૨૪ અંતર્ગત રાજકોટ મ્યુનિસીપલ કોર્પેારેશન તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, રાજકોટ વર્તુળ દ્રારા સંયુકત રીતે લોકમેળામાં ભાગ લેતા ફડ બિઝનેશ ઓપરેટરોને ટેમ્પરરી ફુડ લાયસન્સ તથા રજિસ્ટ્રેશન આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ લોકમેળા તથા પ્રાઈવેટ મેળામાં ફડ બિઝનેશ ઓપરેટરો દ્રારા બીનઆરોગ્યપ્રદ ખાધ૫દાર્થેાનુ વેચાણ ન થાય તેમજ વેચાણ સ્થળે હાઇજીનીક કન્ડિશનની જાળવણી થાય તે અંગે સઘન ચેકિંગ કરવામાં આવશે. તથા જર જણાયે ફડ સેટી સ્ટાન્ડર્ડ એકટ –૨૦૦૬ અન્વયે ઘોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિશેષમાં ફડ સેટી વ્હીલ્સ વાન દ્રારા સ્થળ પર ટેસ્ટિંગ, અવેરનેસ, ટ્રેનીંગની કામગીરી કરવામાં આવશે

આટલા સેમ્પલ લેબોરેટરીમાં મોકલ્યા
(૧) ફરાળી પેટીસ લુઝનું સેમ્પલ સ્થળ– રાજશકિત ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, એસ.કે. ચોક મેઇન રોડ, જલારામ ફરસાણ સ્ટ્રીટ, ગાંધીગ્રામ, રાજકોટ
(૨) ફરાળી પેટીસ લુઝનું સેમ્પલ સ્થળ– રસીકભાઇ ચેવડાવાળા, ૧૭–પંચનાથ પ્લોટ, લીમડા ચોક, રાજકોટ ખાતેથી
(૩) ફરાળી પેટીસ લુઝનું સેમ્પલ સ્થળ– જોકર ગાઠિયા, પંચનાથ કોમ્પ્લેક્ષ, ગ્રાઉન્ડ લોર શોપ નં.પાંચ, રસિકભાઇ ચેવડાવાળાની સામે, લીમડા ચોક, રાજકોટ ખાતેથી
(૪) ફરાળી પેટીસ લુઝનું સેમ્પલ સ્થળ– મધુભાઇ ગોરધનભાઇ ચેવડાવાળા, પંચનાથ કોમ્પ્લેક્ષ, ગ્રાઉન્ડ લોર શોપ નં.૧થી ૩, લીમડા ચોક, રાજકોટ ખાતેથી
(૫) નેજાધારી ફરાળી આટા ૫૦૦ ગ્રામ પેકિંગનું સેમ્પલ સ્થળ– નેજાધારી ફડઝ (ઉત્પાદક પેઢી), અટિકા, પરમેશ્વર સોસાયટી શેરી નં.પાંચ, ઢેબર રોડ સાઉથ, રાજકોટ.
(૬) નેજાધારી રાજગરા લોટ ૫૦૦ ગ્રામ પેકિંગનું સેમ્પલ સ્થળ– નેજાધારી ફડઝ (ઉત્પાદક પેઢી), અટિકા, પરમેશ્વર સોસાયટી શેરી નં.પાંચ ઢેબર રોડ, સાઉથ, રાજકોટ ખાતેથી
(૭) પોટેટો સ્ટાર્ચ લુઝનું સેમ્પલ સ્થળ– નેજાધારી ફડઝ (ઉત્પાદક પેઢી), અટિકા, પરમેશ્વર સોસાયટી શેરી નં.પાંચ, ઢેબર રોડ, સાઉથ, રાજકોટ ખાતેથી
(૮) હાથી રાજગરા લોટ ૫૦૦ ગ્રામ પેકિંગનું સેમ્પલ સ્થળ– સુધીર એન્ડ કંપની, પરબજાર, ગોળપીઠ ચોક, રાજકોટ ખાતેથી
(૯) ફરાળી લોટ ૫૦૦ ગ્રામ પેકિંગનું સેમ્પલ સ્થળ– સુધીર એન્ડ કં., પરબજાર, ગોળપીઠ ચોક, રાજકોટ ખાતેથી લેવાયું હતું. ઉપરોકત તમામ નવ સેમ્પલ પરીક્ષણ અર્થે ફડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application