પોરબંદરમાં પશુઓનો મજૂરીકામમાં ઉપયોગ કરવા પ્રશ્ર્ને થઇ આર.ટી.આઇ.

  • August 22, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં તાજેતરમાં જ સુતારવાડા ખાતે બે વયોવૃધ્ધ બળદ પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાથી પોલીસની દરમિયાનગીરીથી જીવદયાપ્રેમીઓએ બળદને છોડાવ્યા હતા તેથી પોરબંદરના જીવદયાપ્રેમીએ આ મુદે આર.ટી.આઇ. કરી છે.
પોરબંદરના પશુપ્રેમી રમેશભાઇ માલદેભાઇ ઓડેદરાએ પશુ નિયામક સમક્ષ આર.ટી.આઇ. કરીને એવી વિગત માંગી છે કે પશુ જેવા કે, બળદ, ઉંટ, ઘોડા કે અન્ય ગુજરાત સરકારે જાહેર કરેલ નોટીફીકેશન કે જેમાં તેની વયમર્યાદા નક્કી કરેલ હોય તે નોટીફીકેશન અવા પરિપત્રની ખરી નકલ કચેરીના સહી સિક્કા સાથે આપવા અપીલ છે., ઉપરોકત તમામ પશુઓની વયમર્યાદા પૂર્ણ થઇ ગયા હોવા છતાં તે પશુના માલિકો દ્વારા બેરહમીપૂર્વક માલવાહન તરીકે ઉપયોગ કરવો, સતત બાંધી રાખવુું, પૂરતો ખોરાક ન આપવો વગેરે અન્ય કોઇપણ રીતે અત્યાચાર, ઉપયોગથતો હોય તો તે માટે પશુનિયામક અથવા તો જે કોઇની પણ જવાબદારી આવતી હોય તેવા અધિકારી, કર્મચારીઓના નામ, મોબાઇલ નંબર, તેમજ હોદો તેમજ સરનામુ વગેરેની માહિતી કચેરીના સહીસિક્કા સાથે લેખિતમાં આપવા માંગ છે., શહેરમાં રખડતા ભટકતા બિનવારસુ અને માલિકીપણાના પશુઓ તમામને સરકાર દ્વારા પકડીને આસરો આપવો, ખાધાખોરાકી, મેડિકલ સુવિધા વગેરેની જવાબદારી આપની કચેરીને સોંપવામાં આવેલ છે કે કેમ? અગર તો આપની કચેરીને સોપવામાં આવેલ હોય તો ગુજરાત સરકારે લખેલા તમામ પરીપત્રોની ખરી નકલો કચેરીના સહી સિક્કા સાથે આપવા માંગ છે. તેમ રમેશભાઇ ઓડેદરાએ જણાવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News