પુતિનને મળ્યું PM મોદીનું આમંત્રણ, જલ્દી આવશે ભારત, રશિયાએ સ્થગિત કરી વર્લ્ડ ફ્રેન્ડશિપ ગેમ્સ

  • December 02, 2024 11:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી આમંત્રણ મળ્યું છે. યુક્રેન યુદ્ધ બાદ પુતિનની આ પ્રથમ મુલાકાત હશે. પુતિન છેલ્લે ત્રણ વર્ષ પહેલા 6 ડિસેમ્બર, 2021ના રોજ ભારત આવ્યા હતા. ક્રેમલિનના સહયોગી યુરી ઉશાકોવે કહ્યું કે હવે પીએમ મોદી અને પુતિન દર વર્ષે મળશે.


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારત આવવાનું આમંત્રણ મળ્યું છે. પુતિનની ભારત મુલાકાતની તારીખ 2025ની શરૂઆતમાં હશે. ક્રેમલિન સહાયક યુરી ઉષાકોવે જણાવ્યું હતું કે સંભવિત તારીખો વિશેની માહિતી વર્ષની શરૂઆતમાં આપવામાં આવશે. યુરી ઉષાકોવે ભારતમાં રશિયન દૂતાવાસને ટાંકીને એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે પુતિન અને પીએમ મોદીએ એક કરાર કર્યો છે કે તેઓ વર્ષમાં એક વખત મળશે અને આ વખતે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો ભારત પ્રવાસનો સમય છે.


યુદ્ધ પછી પુતિનની પ્રથમ ભારત મુલાકાત

યુરી ઉશાકોવે કહ્યું કે પીએમ મોદીનું આમંત્રણ મળ્યું છે અને અમે ચોક્કસપણે તેનો સકારાત્મક જવાબ આપીશું. કહેવામાં આવી રહ્યું છે કે પુતિનની ભારત મુલાકાતની ઘોષણાથી મોસ્કો અને નવી દિલ્હી વચ્ચેના ગાઢ સંબંધોમાં ઉષ્માનો નવો સ્તર ઉમેરાશે. પુતિન છેલ્લે 6 ડિસેમ્બર, 2021ના રોજ ભારત આવ્યા હતા. 2022માં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની આ પ્રથમ ભારત મુલાકાત હશે.


રશિયાએ સ્થગિત કરી વર્લ્ડ ફ્રેન્ડશિપ ગેમ્સ

બીજી તરફ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વર્લ્ડ ફ્રેન્ડશિપ ગેમ્સને આગામી સૂચના સુધી સ્થગિત કરી દીધી છે. આ રમતો આ વર્ષે યોજાવાની હતી. વર્લ્ડ ફ્રેન્ડશીપ ગેમ્સને ઓલિમ્પિકના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. યુક્રેન પર હુમલા બાદ રશિયા પર પેરિસ ઓલિમ્પિકમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેના જવાબમાં રશિયાએ વર્લ્ડ ફ્રેન્ડશીપ ગેમ્સનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધા આ વર્ષે સપ્ટેમ્બરમાં યેકાટેરિનબર્ગમાં યોજાવાની હતી. પરંતુ હવે તેને આવતા વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News