પોરબંદર જીલ્લામાં કિશોરીઓને પુર્ણાશક્તિનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
પોરબંદર જિલ્લામાં ૧પ થી ૧૮ વર્ષની કિશોરીઓમાં કુપોષણ ઘટાડવા આંગણવાડીઓમાં ૧૩૨૧ કિશોરીઓને પુર્ણાશક્તિનું વિતરણ કરવામાં આવ્યું છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં પોષણ અભિયાનનો શુભારંભ થયો હતો.આ કડીના ભાગરૂપે સપ્ટેમ્બર માસ-૨૦૨૪માં ૭ માં પોષણ માસની ઉજવણી થઈ રહી છે. રાજયમાં ગાંધીનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોષણ માસની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો.
પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરએ જિલ્લામાં ૧ થી ૩૦ તારીખ દરમિયાન પોષણ માસની ઉજવણી અંતર્ગત શુભારંભ કરાવ્યો છે.ત્યારે પોરબંદર જિલ્લામાં પુર્ણા યોજના અન્વયે ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓમાં કુપોષણ ઘટાડવા આંગણવાડીઓમાં શાળાએ જતી અને શાળાએ ન જતી કિશોરીઓને પુર્ણાશક્તિનું વિતરણ કરાયું છે. જિલ્લામાં ૧૩૨૧ કિશોરીઓને લાભ આપવામાં આવ્યો છે.એનિમિયા, ગ્રોથ મોનિટરીંગ,પુરક આહાર, પોષણ ભી પઢાઈ ભી સહિતના વિષયોને આવરી લઈ સર્વગ્રાહી પોષણ થીમ પર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.કિશોરીઓની આરોગ્ય તપાસ અને આઈ.એફ.એ. ગોળીઓ આપવામાં આવે છે.આરોગ્ય વિભાગના સહકારથી આંગણવાડી કેન્દ્ર પર માસના પ્રથમ બુધવારે મમતા દિને સગર્ભા, ધાત્રી તથા કિશોરીઓની શારીરિક તપાસ, બી.એમ.આઈ. અને એચ.બી. ટેસ્ટ કરાય છે.કેન્દ્ર પર કિશોરીઓને આઈ.એફ.એ. ગોળીઓનું વિતરણ કરાય છે.બાળાઓ, કિશોરીઓમાં પોષણનું પ્રમાણ વધારવા રાજય સરકારે શ કરેલ પોષણ માસ અભિયાનમાં કિશોરીઓ જોડાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech