રાજકોટ મહાનગરપાલિકા સહિતની વિવિધ સરકારી વિભાગોની કચેરીઓ દ્રારા કરાતી નાની મોટી સરકારી ખરીદીઓ હવે સરકારી ઇ–માર્કેટ પ્લેસ પોર્ટલ ઉપરથી કરવામાં આવી રહી છે. આ પોર્ટલએ હાલમાં ભારતીય વિક્રેતાઓનું મનપસદં ઓનલાઇન પોર્ટલ બની રહ્યું છે. જેમ પોર્ટલએ વિવિધ સરકારી વિભાગો, સંસ્થાઓ, પીએસયુ દ્રારા જરી સામાન્ય ઉપયોગની વસ્તુઓ અને સેવાઓની ઓનલાઈન પ્રાિની સુવિધા આપવા માટેનું વન સ્ટોપ પોર્ટલ છે.
સરકારી ખરીદદારો જેમ કે, કેન્દ્રીય મંત્રાલયો અને રાય વિભાગો, જાહેર ક્ષેત્રના સાહસો, સ્વાયત્ત સંસ્થાઓ, પંચાયતો, એકલ અને બહત્પ–રાય સહકારી મંડળીઓ વગેરે માલસામાન અને સેવાઓની પ્રાિ માટે જેમ પોર્ટલ પર નોંધાયેલા વિક્રેતાઓની સાથે સીધો વ્યાપાર કરે છે. જેમ પોર્ટલનો હેતુ જાહેર ખરીદીમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને ઝડપ વધારવાનો છે. તે ઈ–બિડિંગ, રિવર્સ ઈ–ઓકશન અને ડિમાન્ડ એગ્રીગેશનના સાધનો પૂરા પાડે છે, જેથી સરકારી વપરાશકર્તાઓ તેમના નાણાં માટે શ્રે મૂલ્ય પ્રા કરી શકે છે. નાણાં મંત્રાલય દ્રારા સરકારી વપરાશકર્તાઓ માટે જેમ થકી ખરીદીને અધિકૃત અને ફરજિયાત બનાવવામાં આવી છે. જેનો સીધો લાભ ખરીદનાર સંસ્થા સાથે જેમ પોર્ટલમાં જોડાયેલ વિક્રેતાઓને પણ મળે છે. હાલમાં જેમ પોર્ટલ પર ૧.૬ લાખથી વધુ ખરીદનાર સંસ્થાઓ નોંધાયેલી છે, જેના દ્રારા છેલ્લા નાણાકીય વર્ષ ૨૩–૨૪માં ૧૦ લાખ ૫૪ હજાર ૦૬૧ કરોડની કિંમતના ૨૯ લાખથી વધુના ઓર્ડર આપવામાં આવેલ છે. જયારે છેલ્લા ૧૦ માસમાં જ ૪ લાખ કરોડથી વધુની જીએસવી (ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ) પ્રા કરી છે. હાલમાં પોર્ટલ પર ૨૨.૫ લાખ વિક્રેતાઓ જોડાયેલા છે. જેમાં સેવા ક્ષેત્ર અને ઉત્પાદન બંને સંબંધિત વિક્રેતાઓ સમાવિષ્ટ્ર છે.
વિંિંાત:લયળ.લજ્ઞદ.શક્ષ પોર્ટલ પરથી જેમમાં સમાવિષ્ટ્ર સેવાઓ, ઉત્પાદનોની ખરીદીનો લાભ મેળવી શકાય છે. 'જેમ'માથી ખરીદીથી અનેક લાભ છે. જેમકે, માલ–સેવાઓની વ્યકિતગત શ્રેણીઓ માટે ઉત્પાદનોની સમૃદ્ધ સૂચિ હોવાથી શોધ, તુલના, પસંદગી અને ખરીદીની સુવિધા ઉપલબ્ધ બને છે. યારે અને યાં જરી હોય ત્યારે અને ત્યાં થી જ, સામાન અને સેવાઓની આનલાઇન ખરીદી શકય છે. પારદર્શિતા અને ખરીદીની સરળતા પૂરી પાડે છે, સતત વિક્રેતા રેટિંગ સિસ્ટમથી ગુણવત્તાની ખાતરી આપે છે. ખરીદી, મોનિટરિંગ સપ્લાય અને ચૂકવણી માટે અધતન યુઝર ફ્રેન્ડલી ડેશબોર્ડ, સરળ વળતર નીતિનો સમાવેશ પણ હોવાથી ખરીદનાર માટે સરળ રહે છે.
જેમમા રજીસ્ટર થવાથી વિક્રેતાને તમામ સરકારી વિભાગોમાં સીધો પ્રવેશ મળે છે. ન્યૂનતમ પ્રયત્નો સાથે માર્કેટિંગ માટે વન–સ્ટોપ શોપ મળે છે. ઉત્પાદનો–સેવાઓ પર બિડ–રિવર્સ ઓકશન માટે, વિક્રેતાઓ માટે નવી પ્રોડકટ સજેશનની સુવિધા પણ પોર્ટલ પર ઉપલબ્ધ છે. બજારની સ્થિતિના આધારે ઓનલાઇન કિંમત પણ બદલી શકાય છે. વેચાણ, પુરવઠા અને ચુકવણીઓનું નિરીક્ષણ કરવા માટે યુઝર ફ્રેન્ડલી ડેશબોર્ડની સુવિધા છે. કેન્દ્ર અને રાય સરકારો સાથે વ્યવસાયને વધારવાની અમર્યાદિત તકો મળે છે. પોર્ટલ પર ઝડપી નિરાકરણ માટે ઓનલાઇન ફરિયાદ નિવારણ પદ્ધતિ પણ આપવામાં આવી છે. વળી મહિલાઓ અને નાના કારીગરો વગેરેના સમાવેશને પ્રોત્સાહન આપવા માટે અલ્પ સેવા ધરાવતા વિક્રેતા જૂથોને વિશેષાધિકારો સાથે પોતાની કળાને પોર્ટલ પર જોડી શકાય છે. જેમ પોર્ટલ પર વિક્રેતા બનવાના આટલા બધા લાભના કારણે જ સમગ્ર ભારતના વિક્રેતા માટે આજે જેમ પોર્ટલ પર રજીસ્ટર થવુ મહત્વનું બન્યું છે. જેમ એ તેમના માટે ખરેખર રત્ન સમાન બન્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech