પુણે પોર્શ ક્રેશ કેસ મામલે સાસૂન જનરલ હોસ્પિટલના બે ડોકટરો અને એક કર્મચારીની ધરપકડ બાદ મહારાષ્ટ્ર્ર સરકારે ત્રણ સભ્યોની સમિતિની સ્થાપના કરી છે, ધરપકડ કરાયેલા લોકો પર પૂણે પોર્શ કાર અકસ્માતમાં સામેલ કિશોર ડ્રાઇવરના બ્લડ સેમ્પલ સાથે છેડછાડ કરવાનો આરોપ છે.
૧૭ વર્ષીય આરોપીએ ૧૯ મેના રોજ નશામાં ડ્રાઇવિંગ કરતી વખતે મોટરસાઇકલ ચલાવતા બે એન્જિનિયરોની ગાડીને ટક્કર મારતા તેમનું મોત થયું હતું. મેડિકલ એયુકેશન કમિશનર રાજીવ નિવતકર દ્રારા ૨૭ મેના રોજ જારી કરાયેલા આદેશમાં, ગ્રાન્ટ મેડિકલ કોલેજ અને જેજે ગ્રુપ આફ હોસ્પિટલ્સના ડીન ડો. પલ્લવી સાપલેને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે.
આ સમિતિમાં ગ્રાન્ટ મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. ગજાનન ચવ્હાણ અને છત્રપતિ સંભાજી નગર સરકારી મેડિકલ કોલેજ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્પેશિયલ ડુટી ઓફિસર ડો. સુધીર ચૌધરીનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર્ર સરકારની ત્રણ સભ્યોની પેનલને આજે, ૨૮ મે, પુણેની મુલાકાત લેવાની સૂચના આપવામાં આવી છે. સસૂન જનરલ હોસ્પિટલના ડીન ડો. વિનાયક કાલેને તપાસ દરમિયાન સમિતિને સહકાર આપવા સૂચના આપવામાં આવી છે. પુણે પોલીસે સાસૂન હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડો. અજય તાવેરની ધરપકડ કરી છે. આ ઉપરાંત હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી ડોકટર શ્રીહરિ હલનોર અને સ્ટાફના સભ્ય અતુલ ઘાટકમ્બલેને ૩૦ મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પુણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ૨૬ મેના રોજ રૂા.૩ લાખની વસૂલાત કરી હતી, જે કથિત રીતે ડોકટરોને આરોપી સગીરનું બ્લડ સેમ્પલ બદલવા માટે આપવામાં આવ્યા હતા, પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે કિશોરના બ્લડ સેમ્પલને બદલી નાખવામાં આવ્યા હતા અને તેના સ્થાને અન્ય વ્યકિતના નમૂના લેવામાં આવ્યા હતા. જો મહારાષ્ટ્ર્ર મેડિકલ કાઉન્સિલ ડોકટરોને દોષિત માને છે, તો આજીવન તેમના મેડિકલ લાઇસન્સ સસ્પેન્ડ કરી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 555મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવણી
November 15, 2024 01:16 PMઘરમાં પડેલા જૂના નકામા સ્વેટરને ફેંકી દેવાને બદલે આ રીતે કરો રિયુઝ
November 15, 2024 01:08 PMરાજકોટ : મવડી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં બિનઅધિકૃત રીતે પ્લાન તૈયાર કરવા બાબતે ચક્કાજામ
November 15, 2024 01:03 PMસાગરપુત્રોની ટ્રીપ દરિયાઈ પ્રદૂષણને કારણે લંબાઇ હોવા છતાં સરકાર જાગતી નથી
November 15, 2024 01:02 PM"આજકાલ"ની ન્યુઝ સ્ટોરી બાદ અસ્માવતી ઘાટની થઈ સફાઈ
November 15, 2024 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech