ધ્રોલમાં નશામુક્તિ વિષયક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • March 14, 2024 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર્યક્રમમાં નશામુકિતના વિવિધ ઉપાયો અને કાયદાકીય માર્ગદર્શન અપાયું

જામનગરના ધ્રોલ તાલુકામાં માતૃશ્રી રામબાઈમાં આહિર ક્ધયા છાત્રાલય ખાતે નશાકારક પર્દાર્થો અને માદક દ્રવ્યોના ઉપયોગને અટકાવવા અને તેની માંગ ઘટાડવા માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આહિર ક્ધયા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ, આમંંત્રિત મહેમાનો અને શિક્ષકગણ સહિત ઉપસ્થિત સર્વેને નશામુક્તિના વિવિધ ઉપાયો અને કાયદાકીય માર્ગદર્શન આપવામાંં આવ્યુંં હતુંં. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ નશામુક્તિ અંગે શપથ ગ્રહણ કર્યા હતા.
કાર્યક્રમમાંં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો.પી.વી.શેરશીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શિયાર, આહિર ક્ધયા છાત્રાલયના આચાર્ય, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીના કર્મચારીઓ અને ૨૨૫ જેટલા નાગરિકો હાજર રહ્યા હતા. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જામનગરની યાદીમાંં જણાવવામાંં આવ્યુંં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application