પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનજીર્એ ઇન્ડિયા ગઠબંધનથી દૂર થવાની અને એકલા ચૂંટણી લડવાની જાહેરાત કયર્િ બાદ હવે કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. ગતરોજ (26 જાન્યુઆરી) તમામ લેણાંની ચુકવણી કરવા માટે કેન્દ્રને સાત દિવસનો સમય આપતા, તેમણે કહ્યું કે જો કેન્દ્ર સરકાર આ સમય મયર્દિામાં ભંડોળ રિલીઝ નહીં કરે, તો પક્ષ મોટા પાયે વિરોધ શરૂ કરશે. અગાઉ, તેઓ 20 ડિસેમ્બરે વડા પ્રધાન મોદીને મળ્યા હતા અને બાકીના ભંડોળના મુદ્દા પર ચચર્િ કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું હતું કે વડા પ્રધાને તેમને કહ્યું કે રાજ્ય અને કેન્દ્રના અધિકારીઓ સાથે બેસીને આ મુદ્દાઓને ઉકેલ લાવવામાં આવશે. અહેવાલ મુજબ કેન્દ્ર સરકાર પાસે પશ્ચિમ બંગાળના હિસ્સા માટે મોટી રકમ બાકી છે. આંકડાઓ મુજબ કેન્દ્રએ પશ્ચિમ બંગાળને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્રએ રૂ. 9,330 કરોડ, મનરેગા હેઠળ રૂ. 6,900 કરોડ, રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ રૂ. 830 કરોડ, પીએમ ગ્રામ સડક યોજના હેઠળ રૂ. 770 કરોડ અને રૂ. સ્વચ્છ ભારત મિશન હેઠળ રૂ. 350 કરોડ આપવાના બાકી છે. આ ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે મધ્યાહન ભોજન તેમજ અન્ય યોજનાઓ હેઠળ કથિત રીતે 175 કરોડ રૂપિયાની ચૂકવણી કરી નથી.
એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, મમતા બેનર્જીની પીએમ સાથેની 20 ડિસેમ્બરની મુલાકાત બાદ ઘણો સમય થઇ જવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. સીએમ મમતા રાજ્યમાં ભ્રષ્ટાચારના વિવિધ કેસોમાં કેન્દ્રીય એજન્સીઓ ઇડી અને સીબીઆઈના દરોડા અને ધરપકડ પર સતત પ્રહારો કરી રહી છે.
રાજ્યપાલ અને બંગાળ સરકાર વચ્ચેની કડવાશ કોઈનાથી છુપાયેલી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech