AIMIM પાર્ટીના વડા અને હૈદરાબાદ લોકસભા સીટના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર વિવાદ ઉભો કર્યો છે. મંગળવારે લોકસભામાં સાંસદ તરીકેના શપથ દરમિયાન ઓવૈસીએ પેલેસ્ટાઈનના સમર્થનમાં જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા બાદ સંસદમાં અને બહાર પણ હોબાળો થયો છે.
માહિતી અનુસાર જ્યારે અસદુદ્દીન ઓવૈસીએ પોતાના શપથમાં જય પેલેસ્ટાઈન કહ્યું ત્યારે કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ શોભા કરંદલાજેએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી લોકસભામાં પ્રિસાઇડિંગ ઓફિસર રાધા મોહન સિંહે અસદુદ્દીન ઓવૈસીના આ નિવેદનને રેકોર્ડમાંથી હટાવવાનું કહ્યું હતું. જો કે ઓવૈસીના આ નિવેદનનો વીડિયો વાયરલ થયો છે.
આ હોબાળા બાદ સંસદમાં એવી માંગ ઉઠી છે કે ઓવૈસીને ફરીથી શપથ લેવડાવવામાં આવે. ભાજપના કેટલાક નેતોઓએ તેનો વિરોધ કર્યો હતો. તેના પર પ્રોટેમ સ્પીકરે કહ્યું કે જોન ઓવૈસીએ કોઈ આપતિજનક વાત કહી છે તો તેને કાર્યવાહીના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવશે.
વિવાદ બાદ ઓવૈસીએ સફાઈ આપતા જણાવ્યું હતું કે ફિલિસ્તાની બોલવું એ સંવિધાનના વિરોધમાં કેવી રીતે હોય શકે? ભારતના સંસદ જી. કિશન રેડ્ડીનું કામ જ વિરોધ કરવાનું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech