જંત્રીના ભાવમાં ડબલ વધારો કરી દેવાયા પછી સાયન્ટિફિક ડબ્બે સર્વેની કામગીરી છેલ્લા કેટલાક સમયથી ચાલતી હતી. આ કામગીરી પૂરી થઈ ગઈ છે અને રાજકોટ જિલ્લા કલેકટર તત્રં તરફથી સરકારમાં દરખાસ્ત પણ મોકલી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ અત્યારે ડબલ વધારો કરી દેવાયો છે પરંતુ નવી દરખાસ્ત માં ત્રણથી ચાર ગણા વધારા માટેની ભલામણ છે.
લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકોટથી અને રાયભરમાંથી આ મુજબની દરખાસ્તો આવી ગઈ હોવા છતાં તે સાઈડમાં મૂકી દેવામાં આવી છે અને ચૂંટણી પછી આ ફાઈલ હાથ પર લઈને સરકાર નિર્ણય કરે તેવી શકયતા હોવાનું સૂત્રો જણાવે છે.સર્વેની કામગીરી સાથે જોડાયેલા રેવન્યુ વિભાગના અધિકારીઓએ આંકડાકીય વિગતો આપીને જણાવ્યું હતું કે ૨૦૧૧ની સ્થિતિએ કોર્પેારેશન વિસ્તારમાં જંત્રી રાજકોટ સિટીમાં ખુલ્લા પ્લોટમાં ૧૧૫૦થી ૨૭૫૦,રહેણાંક, લેટ, એપાર્ટમેન્ટમાં ૫૦૦૦થી લઈને ૭૩૫૦ , ઓફિસમાં ૭૦૦૦થી લઈને ૮૯૦૦ ,દુકાનમાં ૯૧૦૦થી લઈને ૧૧૦૫૦ હતી.
૨૦૧૧ની સ્થિતિએ નગરપાલિકા વિસ્તારમાં જંત્રી ખુલ્લા પ્લોટમાં ૨૩૫૦થી ૪૦૦૦ રહેણાંક, લેટ, એપાર્ટમેન્ટમાં ૬૫૦૦ લઈને ૧૧૦૦૦ ,ઓફિસમાં ૭૫૦૦થી લઈને ૨૦૦૦૦ , દુકાનમાં ૯૫૦૦ લઈને ૪૦૦૦૦ હતી.૨૦૧૧ની સ્થિતિએ ખેતીની જમીનના જંત્રી બિન પિયતના ૧,૧૩,૩૨૦થી લઈ ૨,૦૧,૪૪૦,બિનખેતી વાણિયના રહેણાંકમાં ૧૦૩થી લઈને ૪૮૦, બિનખેતી વાણિયના ૧૩૫થી લઈને ૨૨૫ બિનખેતી ઔધોગિકના ૧૮૫થી ૫૨૦ જંત્રીદર છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં સિટી સર્વેએ ૩૦૦ ટિમ બનાવી સર્વે કર્યેા હતો તેમાં ૧૫૦૦ જેટલા વેલ્યુઝોનનો સર્વે કર્યેા હતો.
રાજકોટ સિટી અને જિલ્લામાં સૌથી વધુ હાઈએસ્ટ ભાવ ૨૦૨૪માં વધશે તેવું લાગે છે. કારણ કે મહેસુલ વિભાગને કરવામાં આવેલી દરખાસ્તમાં ત્રણથી ચાર ગણો વધારો સુચવાયો છે.૧૫૦ ફટ રિંગ રોડ, કાલાવડ રોડ, સ્માર્ટ સિટી, મવડી, મોટા મવા આ વિસ્તારોમાં વર્તમાન દરથી ૩થી ૪ ગણો જંત્રી દરનો વધારો સુચવ્યો છે.સૌથી લો રેટ વિસ્તારમાં એકમાત્ર ભાવનગર રોડ રહેશે.અત્યારે સરકાર ૨ ગણો ભાવ વધારો લ્યે જ છે જે ૩થી ૪ ગણો વધારો લેવામાં આવશે.
જંત્રીદરમાં જે–તે વખતે કોઈ જાતના સર્વે વગર ડબલ વધારો કરી દેવાયો હતો. પરંતુ, સાયન્ટીફીક ઢબે હાથ ધરાયેલા સર્વે બાદ એવી ચોંકાવનારી હકીકત ખુલવા પામી છે કે ડબલ વધારા પછી પણ જે–તે વિસ્તારમાં જમીનની કિંમત અને અત્યારની જંત્રીમાં ઘણો ગેપ રહે છે અને તેથી જંત્રી વાસ્તવિક બનાવવા માટે ન્યુ રાજકોટ અને કાલાવડ રોડ સહિતના અનેક વિસ્તારોમાં ત્રણથી ચાર ગણો વધારો જંત્રીદરમાં સૂચવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech