રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરીમાં આવતીકાલે તારીખ ૨૨ ને બુધવારે સવારે ૧૧:૩૦ કલાકે ચેરમેન તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને ૧૭૫મી બોર્ડ મીટીંગ મળનાર છે જેમાં વિવિધ સાત દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે, બોટ મિટિંગમાં મુખ્યત્વે વાજડીગઢ ટીપી સ્કીમ નંબર ૭૭ ને બરાબર આપવા તેમજ પરા પીપળીયા ટીપી સ્કીમ નંબર ૭૬ ની હદ વધારવા સહિતની મહત્વપૂર્ણ દરખાસ્ત સમાવિષ્ટ છે.
ઉપરોકત દરખાસ્તો ઉપરાંત એજન્ડામાં રહેલી કુલ સાત દરખાસ્તો અંગે નિર્ણય લેવા છે જેમાં હોડિગ બોર્ડ અને મોબાઈલ ટાવર અંગે નીતિવિષયક નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. છેલ્લા થોડા દિવસોમાં ન્યુ રીંગ રોડ સહિત ડા વિસ્તારમાં મંજૂરી વિના મોટાપાયે ગેરકાયદે હોડિગ બોર્ડ ઊભા થયા હોવાની ફરિયાદો ઉઠતા આ દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સાત દરખાસ્તો અંગે થશે નિર્ણય
(૧) તા.૨૪–૧૦–૨૦૨૪નાં રોજ યોજાયેલ સત્તામંડળની ૧૭૪મી બોર્ડ બેઠકની કાર્યવાહી નોંધમાં થયેલ ઠરાવોની અમલવારી કરવા બાબત.
(૨) રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની વિકાસ યોજના અંતર્ગત એકિઝસ્ટિંગ લેન્ડ યુઝ (ઊક) સર્વે માટે કન્સલટન્સીની નિમણુક કરવા બાબત.
(૩) ડા દ્રારા તૈયાર કરાયેલી ડા વિસ્તારની મંજુર થયેલી મુસદાપ નગર રચના યોજના નં.૭૭ (વાજડીગઢ)ની પ્રારંભિક નગર રચના યોજનાની ટીપીઓ દ્રારા તૈયાર કરાયેલ કામ ચલાઉ પુન:રચનાની દરખાસ્તોને પરામર્શ આપવા બાબત.
(૪) સત્તામંડળના વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.૭૬ (પરાપીપળીયા)ની નક્કી થયેલ હદમાં સુધારો કરવા બાબત.
(૫) કુવાડવા ગામે અમદાવાદ નેશનલ હાઇ–વે થી સરધાર–કુવાડવા સ્ટેટ હાઇ–વે (આર્યવીર શાળા)ને જોડતો ૩૦.૦૦ મી. ડી.પી. રોડનું બાંધકામ કરવા બાબત.
(૬) પરાપીપળીયા ગામે લેક ડેવલપમેન્ટની કામગીરી કરવા બાબત.
(૮) હોડિંગ્સ બોર્ડ કોમ્યુનિકેશન ટાવર ઉભા કરવા બાબત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech