રાજકોટ મહાનગરપાલિકા દ્રારા એડવાન્સ મિલ્કતવેરો ભરનારને ૧૦ ટકા વળતરની યોજના એપ્રિલ માસના પ્રારંભે અમલમાં મુકાઇ હતી જે આજે પૂર્ણ થઇ છે, યોજના અંતર્ગત આજે બપોરે સુધીમાં કુલ ૨,૯૯,૫૮૯ પ્રામાણિક કરદાતાઓએ કુલ .૨૧૬ કરોડનો મિલ્કતવેરો એડવાન્સ ચૂકવી આપ્યો છે. ચાલું વર્ષ ૨૦૨૪–૨૦૨૫ અંતર્ગત મિલ્કતવેરા વસુલાતનો કુલ .૪૩૦ કરોડનો લયાંક છે જેમાંથી .૨૧૬ કરોડની આવક તો તંત્રને બેઠા બેઠા થઇ ગઇ છે, જેની સામે કરદાતાઓને .૨૧.૪૫ કરોડનું ડિસ્કાઉન્ટ અપાયું છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોકત મુજબ કુલ .૨૧૬ કરોડની આવક થઇ તેમાંથી લગભગ ૫૦ ટકાથી વધુ વેરા આવક ઓનલાઇન થઇ છે. ઓનલાઇન વેરો ભરવાથી અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ તરીકે એક ટકો વધુ ડિસ્કાઉન્ટ અપાય છે જેના લીધે ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ ઉત્તરોત્તર વધ્યું છે. વેરા બિલની બજવણી પણ ડિજિટલી કરાતી હોય તેમજ ઓનલાઇન પેમેન્ટ કરનારને રીસીપ્ટ પણ ઓનલાઇન અપાતી હોય છે તેથી ડિજિટલ પેમેન્ટનો ક્રેઝ વધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે તા.૩૧ મે સુધીમાં ૨,૯૩, ૭૮૭ કરદાતાઓએ .૧૯૭ કરોડનો વેરો એડવાન્સ ચુકવ્યો હતો. આ મુજબ તુલનાત્મક રીતે ગત વર્ષ કરતા આ વર્ષે યોજના અંતર્ગત વધુ વસુલાત થઇ છે
રાત્રે ૧૨ સુધી ઓનલાઇન વેરો સ્વિકારાશે
આજે તા.૩૧ મે ના રોજ રાત્રે ૧૨ કલાકે ૧૦ ટકા વેરા વળતરની યોજના પૂર્ણ થઇ રહી છે. સાંજે છ સુધી કચેરી તેમજ સિવિક સેન્ટરોમાં ઓફલાઇન અને રાત્રે ૧૨ સુધી ઓનલાઇન વેરો ચૂકતે કરી શકાશે
કાલથી પાંચ ટકા વળતરની યોજનાનો અમલ
આજે રાત્રે ૧૨ કલાકે ૧૦ ટકા વળતરની યોજના પૂર્ણ થઇ રહી છે અને તે સાથે જ તા.૧ જુનથી એડવાન્સ વેરો ભરનારને પાંચ ટકા વળતર આપવાની યોજના અમલી બનશે જે તા.૩૦ જૂન સુધી અમલમાં રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech