રાજકોટ મહાનગરપાલિકાનો મિલકત વેરાના બાકી લેણાનો આકં દર વર્ષે ઉતરોતર વધતો જાય છે દરમિયાન તાજેતરમાં મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં આ અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં તત્રં વાહકોએ સત્તાવાર એકરાર કર્યેા હતો કે રાજકોટ મહાનગરપાલિકાનું મિલકતવેરાનું કુલ બાકી લેણું .૧૨૧૪ કરોડે આંબ્યુ છે.
રાજકોટ શહેરમાં આવેલ ૫.૪૩ લાખ મિલ્કતોનો વેરો મહાનગરપાલિકા દ્રારા લેવામાં આવી રહ્યો છે. પરંતુ અડધો અડધ આસામીઓ રેગ્યુલર વેરો ભરપાઈ કરતા નથી. જેની સામે સરકારી કચેરીઓ, મોલ, બેંક, સંસ્થાઓ, પેટ્રોલપપં સહિતના આસામીઓ પણ સમયસર વેરો ભરપાઈ કરતા ન હોવાથી વ્યાજ સાથે મહાપાલિકાના કરોડો પિયા અટવાઈ ગયા છે. આજ સુધી બાકી રહેલા મિલ્કત વેરાપેટે મહાનગરપાલિકાના ા.૧૨૧૪ કરોડ લેણા હોવા છતાં તત્રં દ્રારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જાણવા મળેલ છે.
શહેરમાં આવેલ તમામ મિલ્કતોના વેરા માટે મનપા દ્રારા દર વર્ષે માર્ચ માસ દરમિયાન વેરા વળતર યોજના અમલમાં મુકવામાં આવે છે. જેાનો બે લાખથે વધુ કરદાતાઓ લાભ લઈ રહ્યા છે. પરંતુ ૬૦ ટકાથી વધુ આસામીઓ સમયસર વેરો ભરપાઈ કરતા નથી. જેના લીધે વ્યાજ સહિતની વેરાની રકમ દિવસે દિવસે વધતી જાય છે. મનપાના વેરાવિભાગ દ્રારા આજરોજ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ઓડીટોરિયમ, બેંક, સેન્ટ્રલ ગવર્મેન્ટ કચેરી, ચેરીટેબલ ટ્રસ્ટ, કોમર્શીયલ બિલ્ડીંગો, કવરેટ પાકિગ, હોસ્ટેલ,ટુશન કલાસીસ, પેટ્રોલપપં સર્વિસ સ્ટેશન, ગોડાઉન, ગેરેજ, સરકારી કોલેજો, પ્રાઈવેટ હોલ, હોસ્પિટલ, પબ્લીક ટ્રસ્ટની હોસ્પિટલો, મોલ, સિનિમા હોલ, મેરેજ કોમ્યુનિટી હોલ, પાકિગ, પાર્ટીપ્લોટ, ખાલી પ્લોટ, સ્ટેટ ગવરમેન્ટની કચેરીઓ અને અલગ અલગ મોબાઈલ કંપનીઓના ટાવર પેટે લેવાતો વેરો સહિતના ૨૭થી વધુ અલગ અલગ ડિપાર્ટમેન્ટના પિયા ૧૨૧૪ કરોડની ઉઘરાણી આજ સુધી બાકી રહી ગઈ છે.
શહેરમાં મનપાના વેરાવિભાગના ચોપડે નોંધાયેલ ૫.૪૦ લાખથી વધુ પ્રોપર્ટીઓ પૈકી ૫૦ ટકા આસામીઓ જ દર વર્ષે રેગ્યુલર વેરો ભરપાઈ કરી રહ્યા છે. ૨૫૦૦૦થી વધુ વેરો બાકી હોય ત્યારે રહેણાક અને કોમર્શીયલ એકમોને વેરાવિભાગ દ્રારા નોટીસ ફટકારવમાં આવતી હોય છે. તેમજ વર્ષ પૂૂ થતાં જ ૧૮ ટકાનું તોતીંગ વ્યાજ પણ ચાલુ થઈ જાય છે. તેવી જ રીતે જાન્યુઆરી માસથી રહેણાકના બાકીદારોના નળ જોડાણ કાપવા સહિતની કામગીરી હાથ ધરાઈ છે. યારે એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા કોમર્શીયલ એકમો સીલ કરવાની કામગીરી પણ હાથ ધરાતી હોય છે. દર વર્ષે અનેક યુનિટો સીલ થાય છે. છતાં રિકવરીમાં કોઈ જાતનો ફેરફાર થયો નથી. તેવી જ રીતે સરકારી મિલ્કતોનો વેરો બાકી હોય છતાં તત્રં મજબુરીવસ કોઈ જાતના પગલા લઈ શકતું નથી. કારણ કે, મોટાભાગની સરકારી મિલ્કતોને પબ્લીક પ્રોપર્ટી ગણવામાં આવે છે. જે સીલ થઈ શખતી નથી. જેની સામે કોઈપણ કચેરીમાં જવાબદાર અધિકારી દ્રારા ફકત નોટીસનો જવાબ આપી ગ્રાન્ટ આવે ત્યારે વેરો ભરપાઈ થશે તેવું કહેવાય છે. યારે કોલેજ, હોસ્પિટલો, ખાનગી ટ્રસ્ટો અને અમુક કોમર્શીયલ એકમોમાં ભલામણો તેમજ રાજકીય અડચણો આવતી હોવાથી તેના વિદ્ધ કામગીરી કરવામાં તત્રં અચકાતું હોય છે. પરિણામે વર્ષેાથી વેરો બાકી હોય તેવા ૩૬૨૦૭ એકમોનો વેરો આજ સુધી બાકી રહી ગયો છે
50 હજાર એકમોને નોટિસ ફટકારાઇ
વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા માટે પ્રથમ ડિમાન્ડ નોટીસ ફટકારવામાં આવતી હોય છે. જે અંતર્ગત ચાલુ વર્ષ દરમિયાન વેરો ભરપાઈ ન કરનાર 50 હજાર આસામીઓને ડિમાન્ડ નોટીસ પોસ્ટ મારફતે આપવામાં આવી છે. તેવી જ રીતે અગાઉ નોટીસ અપાયેલ હોય અને આજ સુધી વેરો ભરપાઈ ન થયો હોય તેવા 300થી વધુ આસામીઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમની વિરુદ્ધ આગામી દિવસોમાં સિલિંગ અને મિલ્કત જપ્તીની સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ ટેક્સ બ્રાન્ચમાંથી જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech