કોર્પોરેશનનો સપાટો વેરો ન ભરનારા ૧૬ આસામીઓ સામે મિલ્કત જપ્તીની કાર્યવાહી

  • November 04, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાર વ્યકિતઓએ તાત્કાલીક વેરો ભરી જતાં મિલ્કત છુટી કરાઇ: ટેકસ વિભાગના નાયબ કમિશ્નર જીગ્નેશ નિર્મલની આગેવાની હેઠળ મિલ્કત વેરો ઉઘરાવવાની કામગીરી શરુ

જામનગર મહાપાલિકા દ્વારા હવે રિબેટ યોજના સ્કીમ પુરી થયા બાદ કોર્પોરેશને બાકી રહેતો વેરો ઉઘરાવવાની કામગીરી પુરજોશમાં શરુ કરી છે અને બે જ દિવસમાં ૧૬ મિલ્કતધારકોની મિલ્કત જપ્ત કરી નાખવામાં આવી છે. ચાર આસામીઓએ સ્થળ ઉપર જ મિલ્કત વેરો ભરી દેતા તેમની મિલ્કત સીલ કરાઇ ન હતી.
ટેકસ વિભાગના ઇન્ચાર્જ નાયબ કમિશ્નર જીગ્નેશ નિર્મલના નેજા હેઠળ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જેમનો મિલ્કત વેરો બાકી હોય તે ઉઘરાવવાની કામગીરી કોર્પોરેશન કરી રહ્યું છે, ધીરજલાલ શિંગાળાની ૪૭૩૫૩,૫૨૮૬૦ અને ૪૭૩૫૩, રાજેન્દ્રભાઇ ઝવેરી ૧૦૫૪૬૧, પલ બિલ્ડર્સ કે.એન.મહેતા ૩૮૧૧૫, ભરત રામભાઇ ગઢવી ૨૦૨૯૧, રાજેશકુમાર ૫૨૨૪૭, ભાવેશભાઇ ૨૪૧૨૨, અનિલ લીલાધર ઝાખરીયા ૨૦૪૧૪, વિજયભાઇ ૨૦૯૧૯, ટી એન્ડ ઝનકાર હેર ડ્રેસર ૪૬૩૮૫, મનુબા ભાનુભા જાડેજા ૪૫૪૮૨, મેઘામલ ટ્રાન્સપોર્ટ ૩૦૯૦૪, હેમતલાલ માઘવજી પટેલ-સુપર ઓટો ગેરેજ ૧૦,૦૦૦, પ્રવીણચંદ્ર માવજીભાઇ મહેતા ૩૪૦૦૦, ઇનુસ વાય.મકરાણી ૨૬૭૭૭ની રકમ બાકી હોય આ તમામની મિલ્કત જપ્ત કરી નાખવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ જેમની મિલ્કત વેરાની અને વોટર ચાર્જની રકમ બાકી છે તેમની મિલ્કત જપ્ત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application