સૌરાષ્ટ્ર્રની રાજધાની એવા રંગીલા રાજકોટમાં કમરે ફટાકડી લટકાવવાનો કે સાથે રાખવાનો જબ્બરો ક્રેઝ છે. શોખ, સ્ટેટસ સિમ્બોલ માનનારા કોઈપણ તાકાત કે કારણ સાથે હથિયાર પરવાના મેળવી લે છે. વર્તમાન સમયમાં વેપન લાઈસન્સ ધરાવનારા શોખીનો માટે આ વખતે હથિયાર પરવાના રિન્યુ કરાવવા નવ નેજા પાણીરૂપ બન્યા છે. અંદાજે ૨૫૦થી વધુ હથિયાર પરવાનેદારોના પરવાના રિન્યુ કરવા પર રોક લગાવી દેવાતા ફટાકડીના શોખીનો કેમેય કરીને વેપન લાઈસન્સ રિન્યુ કરાવવા માટે હાંફળાફાંફળા કે તળજોડ, કોઈ વચલા રસ્તાની શોધમાં પડયા છે.
રાજકોટ શહેરમાં છેલ્લ ા દશકામાં કાંતો ભય અથવા તો શોખ અને સ્ટેટસના કારણે હથિયાર પરવાનેદારોની સંખ્યામાં સેન્સેક્ષ જેવો ઉછાળો આવ્યો હતો અને હાલમાં રાજકોટ સિટીમાં ૩૧૮૮ જેટલા વેપન લાઈસન્સ હોલ્ડર છે. જેમાં મહિલાઓ પણ સામેલ છે. વેપન લાઈસન્સ બે વર્ષ, ત્રણ વર્ષ, પાંચ વર્ષ માટે મુદત પૂર્ણ થયે નિર્ધારીત ફી સાથે રિન્યુ કરાવવુ પડે છે. રિન્યુઅલ માટે જે તે વેપન હોલ્ડર પર કોઈ ફોજદારી કે આવા કાનૂની કેસ ન બન્યા હોવા જોઈએ સહિતના નિયમો હોય છે. રાજકોટમાં જયારે તક હતી ત્યારે લેનારાઓએ વેપન લાઈસન્સ મેળવી લીધા અને કમરે લટકાડીને છાંકો પણ પાડવા લાગ્યા છે. હવે રિન્યુઅલમાં આવા ઘણાખરાને મુશ્કેલી ઉદભવી છે.
આ વખતે વેપન લાઈસન્સ રિન્યુઅલમાં બહત્પં ઝીણવટભરી ચકાસણી સંબંધિત પોલીસ મથકો અધિકારીઓ દ્રારા કરાઈ છે. જે–તે સમયે વેપન લાઈસન્સ મેળવવા માટે ફોર્મમાં દર્શાવેલા કારણો, વ્યાપાર, ધંધા, ખેતી, સ્વરક્ષણ સહિતના મુદાઓ ટાંકેલા હોય છે. આ વખતે ચોક્કસાઈ મુજબ હથિયાર પરવાનાધારક પાસે તેમને દર્શાવેલા કારણો, બિઝનેશ કે નાણાના ોત, સ્વરક્ષણ સહિતની બાબતોના દસ્તાવેજી પુરાવાઓ કે આવી પૂર્તતા મંગાઈ હતી. જેમના દ્રારા રજૂ કરાયેલા પુરાવાઓ કે કારણોમાં ક્ષતિ કે વિરોધાભાસ દેખાયા એવા વેપન હોલ્ડરના લાઈસન્સ રિન્યુઅલ માટે હેલ્ટ પર રાખી દેવાયા હોવાનું જાણવા મળે છે.
અંદાજે આવા ૨૫૦થી વધુ હથિયાર પરવાનાધારકોના પરવાના રિન્યુ ન થતાં કે તેમની ક્ષતિઓના કારણે બ્રેક આવી જતાં હવે આવા પરવાનાધારકો કોઈને કોઈ રીતે પરવાના રિન્યુ થાય તે માટે દોડધામમાં લાગી પડયાનું જાણવા મળે છે. જેે તે કારણો દર્શાવીને મેળવેલા લાઈસન્સ ખરા અર્થમાં એ મતલબના ન હોય કે હાલ જરૂરિયાત ન હોય તેવા વેપન હોલ્ડર્સના લાઈસન્સ રિન્યુઅલ પર રોક લગાવી દેવાના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના પોઝિટિવ એપ્રોચની જાણકારો, સુજ્ઞ નાગરિકો, પ્રબુધ્ધોમાં સરાહના પણ થઈ રહી છે
રાજયમાં સૌથી વધુ છેલ્લા ૩ વર્ષમાં પરવાના રાજકોટમાં અપાયા સામે હવે બ્રેક!
રાજકોટમાં ફટાકડીના શોખીનો એક સમયે ફટાફટ હથિયાર પરવાના મેળવી લેતાં હતા. શહેરમાં છેલ્લ ા ૨૦૨૦થી ૨૩ સુધી ત્રણ વર્ષમાં રાયમાં સૌથી વધુ ૩૪૨ વ્યકિતને વેપન લાઈસન્સ ઈસ્યુ થયા. જો કે, છેલ્લ ા થોડા માસથી રાજકોટમાં વેપન લાઈસન્સ મેળવવા હાર્ડ બની ગયા છે. ભલે છેલ્લા ૨૦૨૩ સુધી ત્રણ વર્ષમાં વધુ ૩૪૨એ હથિયાર પરવાના મેળવ્યા પણ હવે રિન્યુ કરાવવા માટે પણ આકરી કે ખરી કસોટીમાંથી પાસ થવું પડે છે. ૨૫૦થી ૩૦૦ કે વધુ વેપન હોલ્ડરના લાઈસન્સની બુક અત્યારે જે તે પોલીસ મથકોમાં જમા જેવી સ્થિતિમાં પડી છે. આવા વ્યકિતઓને તેમને દર્શાવેલા કારણો કે પુરાવાઓ માટે ખુલાસા કરવારૂપ પરિપત્રો પણ અપાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે
કયા કારણોસર રિન્યુઅલમાં આવી બ્રેક?
રાજકોટ સિટીમાં વેપન લાઈસન્સ હોલ્ડર્સ પૈકીના ૨૫૦થી વધુના લાઈસન્સ રિન્યુઅલમાં અટવાયા સંદર્ભે જાણકારોના કહેવા મુજબ ઉદાહરણરૂપે લાઈસન્સ મેળવવા સમયે જે વ્યવસ્થા દર્શાવ્યો હોય તે વ્યવસાય સાથે એ વ્યકિત વર્તમાન સંજોગોમાં સંકળાયેલા કે સ્નાન સૂતકના સંબંધો ન હોય. ધારો કે રિયલ એસ્ટેટનું કારણ દર્શાવીને પરવાનો જે–તે સમયે લઈ લીધો હોય પરંતુ છેલ્લ ા ત્રણેક વર્ષમાં રિયલ એસ્ટેટ બિઝનેસનું એવું કોઈ એ વ્યકિતનું ટર્નઓવર ન હોય. ધંધો ન હોય. ટૂંકમાં જે પર્પઝથી લાઈસન્સ મેળવ્યું હોય તે વર્તમાન સમયે ન હોય તેવા વ્યકિતઓના લાઈસન્સને રિન્યુમાં રોક લગાવાઈ છે. ખરેખર આવું બને તો ખોટા કારણો દર્શાવી કે કોઈપણ રીતે લાઈસન્સ મેળવી લેનારાો છાંકો પાડનારાઓની સંખ્યા સિમિત થઈ શકે. અમદાવાદની સાપેક્ષમાં રાજકોટની જન સંખ્યા ત્રણ ગણી ઓછી છે. અમદાવાદમાં માત્ર ૫,૯૬૩ પાસે હથિયાર પરવાના છે. જયારે રાજકોટ સિટીમાં ૩૧૮૮ લોકો લીગલી ફટાકડી ધરાવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech