કાલાવડ પંથકની તરૂણી પર દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા

  • May 09, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાલાવડ પંથકમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવીને અલગ અલગ જગ્યાએ શરીર સબંધ બાંઘ્યાના કેસમાં જામનગરની પોકસો કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સજા અને દંડ તથા ભોગ બનનનાર તરૂ​​​​​​​ણીને ૪ લાખ વળતર પેટે ચુકવવા આદેશ કર્યો હતો.


કેસની વિગત મુજબ આ કામના ફરીયાદીની સગીરવયની ભોગ બનનાર ૧૨ વર્ષ ૧૦ માસ વાળી આ કામના આરોપી પંકજ તેરસીંગ બારીયા (ઉ.વ.૨૨) રે. નાની વસઇ ફળીયુ, રૈયાગર તા. ફતેપુરાવાળાએ ફરીયાદીની વાડીએ આરોપી મજુરીકામ કરતો હોય અને ભોગ બનનાર વાડીએ જતી હોય જેથી આરોપીએ ભોગ બનનાર સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી અને આરોપીએ ભોગ બનનારને મોબાઇલ આપી જેમા વાતચીત કરતા હોય અને આરોપીએ ભોગ બનનારને ફોન કરીને જણાવેલ કે હુ તને લેવા આવુ છું.


તા. ૩-૧૨-૧૮ના બપોરના નિકાવા બસ સ્ટેન્ડ આવી જજે તેમ કહેલ જેથી ભોગ બનનાર નિકાવા બસ સ્ટેન્ડ ગયેલ જયા આરોપી ઉભો હોય જે ભોગ બનનારને લઇને એસટી બસમાં રાજકોટ અને રાજકોટથી અમદાવાદ સલાટપુર જયા પંકજ જે વાડીએ રહેતો હોય ત્યા વાડીએ રાત્રીના આવેલ અને ત્યા આરોપીએ શરીર સબંધ બાંધેલ અને ત્યાથી આરોપી ભોગ બનનાર સુખસરગામ અને ત્યાથી ફરી સલાટપુર લઇ ગયેલ અને અલગ અલગ જગ્યાએ ભોગ બનનાર સાથે શરીર સબંધ બાંધેલ હોય.


ફરીયાીએ આ કામના આરોપી પંકજ તેરસીંગ બારીયા સામે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં  આઇપીસી કલમ ૩૬૩, ૩૭૬(જે) તથા પોકસો કલમ ૪,૬ મુજબની ફરીયાદ દાખલ કરેલ જે કેસ સ્પેશ્યલ કોર્ટમાં વી.પી. અગ્રવાલની કોર્ટમાં પોકસો કેસનો ચાલતા સરકાર તરફે ૧૦ જેટલા સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ રજી કરેલ અને સરકારી વકીલની દલીલ ગ્રાહય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ​​​​​​​. ૧૦ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી સજા તથા બે હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા તથા ભોગ બનનારને વળતર પેટે રૂ​​​​​​​. ૪ લાખ ચુકવવા તેવો હુકમ સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ વી.પી. અગ્રવાલે કરેલ છે આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application