મીરા દાતારના હોદ્દેદારો સહિતના કાર્યકરો રહ્યા ખાસ ઉપસ્થિત
સામાજીક, શૈક્ષણિક કાર્ય કરતા યુવાઓનું સંગઠન એસ.એમ.ડી.૨૬ શોશ્યલ ફાઉન્ડેશન, જામનગર દ્વારા ગત તા.ર૫-૧૨ ને બુધવારના રોજ મીરા દાતાર દરગાહ પાસે, જામનગર ખાતે જને સિદીકે અકબરની શાનમાં મૌલાના હાફીઝ જનાબ ફૈઝુલ હશન સાહેબની તકરીર (જલ્સા)નો ખાસ કાર્યક્રમ યોજવામાં આવેલ.આ મીરા દાતાર મસ્જીદ, જામનગરના પૂર્વ હોદેદારો તેમજ પ્રવર્તમાન હોદેદારો જાવિદભાઈ દરજાદા (મુજાવર)સહિતની સમગ્ર ટીમ પણ ઉત્સાહભેર ખાસ ઉપસ્થિત રહેલ હતી.
આ ખાસ કાર્યક્રમમાં મકરાણી સમાજની સામાજિક/ધાર્મિક સંસ્થાઓમાં વધુમાં વધુ યુવાઓની સ્કીલનો ઉપયોગ સમાજ/સંસ્થાના હિતમાં કરવા અને તેઓને આ સંસ્થાઓના વહીવટ બંધારણ તેમજ પ્રવર્તમાન જોગવાઈઓને આધીન ચલાવવાના ખાસ અભિગમને આગળ ધપાવવા યુવાઓને સેવામાં જોડવા મીરા દાતાર મસ્જીદ,જામનગરના તમામ હોદદારો મહંમદરફીક દરજાદા(પ્રમુખ),યુસુફભાઈ દરજાદા(ઉપપ્રમુખ), અબ્બાસ ભાઈ બ્લોચ(મંત્રી),જાવીદભાઈ દરજાદા(ખજાનચી), કાસમભાઈ દરજાદા(કારોબારી સભ્ય)એ ગત તા.૧૨-૧૨ -૨૦૨૪ના રોજ મળેલ ખાસ સાધારણ સભામાં સ્વૈચ્છિક રાજીનામા આપતા ઠરાવ નં.૩ થી રાજીનામા મંજુર કરાવી ઠરાવ નં.૪ થી યુવાનોની સર્વાનુમતે વરણી કરાવી સ્વૈચ્છિક /સામાજિક સંસ્થાઓ માટે પ્રેરણારૂપ સંદેશ પુરૂ પાડવાના આ આવકાર્ય, અભિનંદનીય, અનુમોદનીય, અનુકરણીય દિશા સૂચક કાર્ય બદલ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવેલ.જુના ભાડૂઆતી મકાનનો સંસ્થાના યુવા હોદદારોને પ્રોત્સાહિત કરવા જુના ભાડૂતી મકાનનો મહંમદભાઈ આઈ દરજાદાએ કબ્જો સુપ્રત કરવાની તેમજ આ વિસ્તારના યુવા -રાજકીય અગ્રણી ઉંમરભાઈ બ્લોચ ની મકરાણી સમાજ સ્તર સહિતની અત્રે પુરી પાડવામાં આવતી સતત સેવાઓને બીરદાવી સદર સેવાઓ અવિરત ચાલુ રાખવા ઉપસ્થિત સર્વે દ્વારા આશા-લાગણી વ્યકત કરવામાં આવેલ હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા એસ.એમ.ડી.૨૬ શોશ્યલ ફાઉન્ડેશન-જામનગરના હોદેદારો-કાર્યકરોએ ખાસ જહેમત ઉઠાવેલ હોવાનું અખબારી યાદીમાં જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech