- ફરિયાદીને 30 દિવસની સજા
- 2 PSI કે જેવો તપાસનીશ અધિકારી હતા તેમની સામે પોલીસે કમિશનરે જાતે ડીપાર્ટમેન્ટ ઇન્ક્વિરીનો હુકમ
આણંદપર (નવાગામ) પ્રાથમિક શાળામાં આચાર્ય સામે શિક્ષિકાએ દુષકર્મની ફરીયાદ કરી હતી. કેસ ચાલતા આરોપીના એડવોકેટ તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી, એટલુ જ નહીં પુરાવા સાથે રજુઆત કરતા રાજકોટની કોર્ટે પ્રિન્સિપાલને નિર્દોષ છોડવાનો ચુકાદો આપ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો દોઢસો પાનાના શકવર્તી ચુકાદામાં ફરીયાદીએ કાયદાનો દુરૂપયોગ કર્યા બદલ વળતર ચુકવવા અથવા તો ૩૦ દીવસની સજા ભોગવવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત તપાસ કરનાર બે મહિલા પીએસઆઇ વિરૂધ્ધ પોલીસ કમિનરે જાતે ખાતાકીય તપાસ કરવાનો પણ આદેશ કરતા ખળભળાટ મચી જવા પામી છે. તેટલુ જ નહીં આ પ્રકારના ગંભીર આક્ષેપોવાળી ખોટી ફરીયાદો પુરૂષો માટે ઘાતક હોવાનુ અદાલતે તારણ કાઢયું હતુ.
સમગ્ર મામલાની વાત કરીએ તો આણંદપર શાળાના પ્રિન્સીપાલ (આચાર્ય) વિરૂધ્ધ શાળાની શિક્ષિકાએ કરેલ દુષ્કર્મ, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં રાજકોટની અદાલતે સીમાચિન્હ રૂપ ચુકાદો આપી પ્રિન્સીપાલ રતુભાઈ રાયધનભાઈ ચાવડાને તમામ ગુન્હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકાવનો આદેશ કરેલ છે સાથોસાથ ખોટી ફરીયાદ કરવા બદલ ફરીયાદીને ખર્ચ ચુકવવા તેમજ તપાસ કરનાર બન્ને પોલીસ સબ-ઈન્સપેકટર વિરૂધ્ધ ખાતાકીય તપાસ કરવાનો હુકમ કરતો સીમાચિન્હ રૂપ ચુકાદો રાજકોટની અદાલત દ્વારા આપવામાં આવેલ છે. આ કેસની હકીકત એવી છે કે, સને- ૨૦૧૫ માં આણંદપર(નવાગામ) પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રતુભાઈ રાયધનભાઈ ચાવડા, રહે. રાજકોટનાઓ વિરૂધ્ધ તે શાળામાં જ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી ફરીયાદીએ પોતે શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી તે દરમ્યાન આરોપી આચાર્યએ ફરીયાદી વિકલાંગ હોવાનુ જાણવા છતા અને પોતે રાજય સેવક હોય ફરીયાદીને બદનામ કરી દેવાની તથા બીજે બદલી કરી નાખવાની અને ફરીયાદીના પતિને તથા દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી સાથે બિભત્સ અડપલા કરી ફરીયાદીની મરજી વિરૂધ્ધ શાળામાં તથા અલગ અલગ જગ્યાઓએ શારીરિક સંબંધ બાંધેલ અને ફોનમાં પણ બિભત્સ વાતો કરી ધરાર સંબંધ રાખવા મજબુર કરતા હોવાની વિગતવારની ફરીયાદ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬(૨)(બી)(એલ)(એન), ૩૫૪(એ), ૫૦૬(૨) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.
ફરીયાદીએ ગુન્હો દાખલ કરાવતા પોલીસ દ્વારા આરોપીને તાત્કાલીક અટક કરી ગુન્હાની તપાસ પુર્ણ કરી આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ચાર્જશીટ રજુ કરેલ હતુ. જે ચાર્જશીટ રાજોકટ મહિલા પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.એસ.આઈ. એસ.એમ.ચૌધરી એચ.ડી.સોલંકીનાઓએ તપાસ પુર્ણ કરી રજુ કરેલ હતુ. તથા આરોપી સામે જન્મટીપ ની સખ્ત કેદની સજાની જોગવાઈ વાળા ગુન્હાનો કેસ શરૂ થતા આરોપી પોતાના બચાવ માટે રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી મારફત નામ.
અદાલત સમક્ષ હાજર થયેલા. આરોપીએ પોતાની સામેના તહોમતનો ઈન્કાર કરતા કેસ આગળ ચાલેલ હતો.
ફરીયાદપક્ષે આરોપી વિરૂધ્ધ કેસ સાબિત કરવા માટે ભોગ બનનાર ફરીયાદી, ફરીયાદીના પતિ, નિષ્ણાંત તબીબો, પંચો, પોલીસ અધિકારીઓ સહિતના સાક્ષીઓની જુબાની અદાલત સમક્ષ નોંધવામાં આવેલ હતી જયારે આરોપી તરફે ઉપરોકત તમામ સાક્ષીઓની લંબાણપૂર્વકની ઉલટ તપાસ કરવામાં આવેલ હતી. આરોપી તરફે ઉલટ તપાસ દ્વારા એવી હકીકતો રેકર્ડ પર લાવવામાં આવેલ કે ફરીયાદી જે તા.૦૧/૦૧/૨૦૧૪ ના રોજ પ્રથમ બનાવ બનેલ હોવાનુ જણાવે છે તે તારીખ કાલ્પનીક રીતે ઉભી કરવામાં આવેલ ઘટનામાં સરળતાથી યાદ રહી જાય તે માટે ગોઠવેલી તારીખ છે. ફરીયાદીના પતિ વકીલ છે પરંતુ પોલીસ તેમજ અદાલત સમક્ષ પોતે કોઈ જ કામ ધંધો કરતા નથી તેવુ સોગંદ ઉપર ખોટુ જણાવેલ છે. ફરીયાદી તથા તેના પતિએ મિલન ઈરાદા સાથે ખોટી કાલ્પનીક વાર્તા ઉભી કરી ફરીયાદ દાખલ કરાવેલ છે. ફરીયાદી રીસેષ સમય દરમ્યાન બનાવ બનેલ હોવાનુ જણાવે છે જયારે ઉલટ તપાસ દરમ્યાન રીસેષનો સમય સરકારના નિર્ધારીત સમય કરતા અલગ સમયનો ઉલ્લેખ કરે છે તેમજ ઉલટ તપાસ દરમ્યાન પુછવામાં આવતા સામાન્ય સવાલોમાં પણ જવાબ ન આપવા પડે તે માટે બીમારી સહિતના વિવિધ બહાનાઓ બનાવી ઉલટ તપાસ સળંગ ચાલવા દીધેલ નથી જેની પણ અદાલતે નોંધ લીધેલ છે. તે ઉપરાંત ફરીયાદી જે સમય દરમ્યાન બનાવ બનેલ હોવાનુ જણાવે છે તે સમય બાદ ફરીયાદી આરોપીના પુત્રના લગ્નમાં હાજર હોવાના ફોટોગ્રાફસ રજુ કરવામાં આવેલ જેથી પણ ફરીયાદીની ફરીયાદ ખોટી હોવાનું ઉલટ તપાસ દ્વારા રેકર્ડ પર આવેલ. વિશેષમાં ફરીયાદ પક્ષે રજુ કરવામાં આવેલ કોલ ડીટેઈલ રેકર્ડ જોતા ફરીયાદી દ્વારા અદાલત સમક્ષ સોગંદ ઉપર જે હકીકતો અને સમય દર્શાવવામાં આવેલ છે તે હકીકતો અને સમય કોલ ડીટેઈલ પરથી જ ખોટા ઠરે છે.
તેમજ ડોકટરશ્રી દ્વારા તા.૧૫/૦૮/૧૫ ના રોજ ફરીયાદીને ચકાસી તબીબી અભિપ્રાય આપવામાં આવેલ હતો જે અભિપ્રાયમાં સોનોગ્રાફી રીપોર્ટનો ઉલ્લેખ કરાયેલ હતો જે રીપોર્ટ પ્રોસીકયુશન દ્વારા જુબાનીમાં સંતાડવામાં આવેલ હતો પરંતુ ઉલટ તપાસ દરમ્યાન તબીબ પાસેથી સોનોગ્રાફી રીપોર્ટ રજુ કરાવતા તે રીપોર્ટમાં તા.૧૬/૦૮/૧૫ ના રોજ સોનોગ્રાફી થયેલ હોવાનો ઉલ્લેખ હતો એટલે કે તા.૧૫/૦૮/૧૫ ના રોજ તબીબ દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય ઉભો કરાયેલ હોવાનુ સાબિત કરેલ હતુ.
પ્રોસીકયુશન દ્વારા કેસમાં તપાસ કરનાર અમલદાર તરીકે તત્કાલીન પી.એસ.આઈ. શિલ્પા એમ. ચૌધરી તથા પી.એસ.આઈ. હંસાબા ડી. સોલંકી ની જુબાની નોંધવામાં આવેલ હતી જેમની આરોપી તરફે ઉલટ તપાસ કરવામાં આવેલ જે ઉલટ તપાસમાં પી.એસ.આઈ. દ્વારા એવુ કબુલ કરવામાં આવેલ કે તપાસ દરમ્યાન ફરીયાદીના કેસને સમર્થન કરતા કોઈ સ્વતંત્ર પુરાવો તેઓને મળી આવેલ નહી તેમજ તેઓએ પુરાવાની ચોકસાઈ કર્યા વિના આરોપીની અટક કરેલ હોવાનુ પણ ઉલટ તપાસમાં સ્વીકારેલ છે. વિશેષમાં પી.એસ.આઈ. દ્વારા ચાર્જશીટના પેપર પરત્વે ધ્યાન દોરી ઉલટ તપાસ કરાતા તેઓએ ચાર્જશીટના પેપરનો અભ્યાસ કરેલ નથી માત્ર અદાલતમાં રજુ કરેલ છે તેવી પણ કબુલાત કરેલ છે. તે ઉપરાંત પી.એસ.આઈ. દ્દારા શાળાના અન્ય શિક્ષિકા બહેનોના તેમજ ગામલોકોના નિવેદનો નોંધવામાં આવેલ તે નિવેદનો ફરીયાદીના કેસને સમર્થન આપતા ન હોય તેવા નિવેદનો ચાર્જશીટ કરતા અગાઉ ઉપરી અધિકારીને મોકલેલ નહી કે નામ. અદાલતમાં પણ રજુ કરેલ નથી તેવુ ઉલટ તપાસમાં કબુલ કરેલ છે. પ્રોસીકયુશન દ્વારા તપાસવામાં આવેલ તમામ સાહેદોની જુબાની પુર્ણ થયા બાદ અદાલત દ્વારા આરોપીનો જવાબ નોંધતા આરોપીએ પોતાની સામે ખોટો કેસ કરેલ હોવાનુ નિવેદન આપેલ તેમજ આરોપીએ પોતે સંપુર્ણપણે સાચા હોય નાર્કો ટેસ્ટ કરાવવા માટે પણ સંમતિ આપેલી.
તમામ કાયદાકીય કાર્યવાહીના અંતે અદાલત દ્વારા દિવસો સુધી બન્ને પક્ષકારોની લંબાણપુર્વકની દલીલો સાંભળવામાં આવેલી જે દલીલોમાં પ્રોસીકયુશન તરફે મુખ્યત્વે રજુઆત કરાયેલ કે આરોપી રાજકીય વગ, પૈસા પાત્ર અને માથાભારે હોવાનુ હકીકતો ફરીયાદી દ્વારા જુબાનીમાં જણાવવામાં આવેલ છે ત્યારે આવા માથાભારે વ્યકિત વિરૂધ્ધ વિકલાંગ પતિ અને સગીર બાળક ધરાવતી સ્ત્રી ફરીયાદ કરવાની હિંમત કરે અને ફરીયાદમાં જે હકીકત જણાવે તે આરોપીને સજા કરવા માટે પુરતી ગણવી જોઈએ તેમજ આરોપી પોતે રાજય સેવકના હોદાનો દુરઉપયોગ કરી વારંવાર ફરીયાદી સાથે દુષ્કર્મ કરેલ હોય આરોપીને આજીવન કેદની સજા કરવા દલીલો કરવામાં આવેલ હતી.
જયારે આરોપી તરફે શ્રી તુષાર ગોકાણી દ્વારા એવી દલીલો કરાયેલ કે ફરીયાદી પોતે સ્ત્રી અને શારિરિક અસક્ષમ હોવા માત્રથી તે સત્ય બોલે છે તેવુ માની શકાય નહીં. ફરીયાદી તથા તેનો પતિ શાળાના સમય દરમ્યાન ગામ લોકો તથા અન્ય શિક્ષિકાઓ સાથે ગેરવર્તણૂક કરતા હોય આરોપીએ તેને જાહેરમાં ટપારતા ફરીયાદીનો પતિ કે જે વકીલ છે, પરંતુ પોતે વકીલ હોવાની હકીકત પોલીસ તથા નામ. અદાલત સમક્ષ સંતાડેલ છે, તેના સહયોગથી સંપુર્ણપણે કાલ્પનીક વાર્તા ઉભી કરી ફરીયાદ કરેલ છે. આ ફરીયાદીએ બદલી થયા બાદ અન્ય શાળાના પ્રિન્સીપાલ વિરૂધ્ધ પણ છેડતીની ફરીયાદ કરેલી છે એટલે કે ફરીયાદી પોતે સ્ત્રી અને વિકલાંગ હોવાનો ગેરલાભ લઈ પોતાનુ ધાર્યુ કરાવવા ટેવાયેલ છે. ફરીયાદી તથા તેના પતિની જુબાની જોતા જુબાનીમાં અતિશયોકિત ભરેલી મોઘમ હકીકતો હોવાનુ ફલિત થાય છે ત્યારે આવી ઉભા કરેલી કાલ્પનીક ઘટનાના આધારે આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહીં તેમજ તપાસ કરનાર પોલીસ અધિકારીઓ જયા૨ે સોગંદ ઉપર જુબાનીમાંકબુલ કરતા હોય કે તેઓ પાસે ફરીયાદીના આક્ષેપોને સમર્થનકર્તા કોઈ જ પુરાવા મળી આવેલ નથી તેવા કીસ્સામાં આરોપીને સંપુર્ણપણે નિર્દોષ ઠરાવી છોડી મુકવા જોઈએ. શ્રી ગોકાણી દ્વારા સર્વોચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓ પણ રજુ કરવામાં આવેલ હતા.
તમામ પક્ષકારોની વિસ્તૃત દલીલો તેમજ રેકર્ડ પરના પુરાવાના આધારે રાજકોટના અધિક જિલ્લા ન્યાયાધીશ શ્રી જે. ડી. સુથાર સાહેબએ પોતાના ચુકાદામાં ઠરાવેલ કે, ''ભોગ બનનાર જણાવે છે તેવુ દુષ્કૃત્ય તેની સાથે થાય તે અતિશયોકિત ભર્યુ ગણી શકાય અને તેવુ કૃત્ય થવુ અસંભવિત છે. આ તબકકે ખુબ જ દુઃખ સાથે અત્રે નોંધવુ પડે છે કે ભોગ બનનાર સ્ત્રી વિકલાંગ હોવાના કારણે પોતાને મળતા તમામ કાયદેસરના લાભો મેળવીને, કાયદાનો સહારો લઈ,સહાનુભૂતિ મેળવી, બીલકુલ ગેરવ્યાજબી, તદન ખોટી તથા રાગદ્વેષયુકત રીતે બળાત્કાર જેવા ગંભીર પ્રકારના આક્ષેપો આરોપી સામે કરી કાયદાનો દુરૂપયોગ કરેલ છે, જે હાલના સમયમાં પુરૂષો માટે ખુબ જ ગંભીર બાબત છે, જેથી આવા સંજોગો અને કીસ્સામાં ફ૨ીયાદી/ ભોગ બનનાર પાસેથી આરોપીને વળતર અપાવવુ જોઈએ તેવુ ચોકકસપણે જણાય છે.'' તેમજ અદાલતે પોલીસ તપાસની કાર્યપધ્ધતિ વિરૂધ્ધ ગંભીર અવલોકન કરતા એવું પણ ઠરાવેલ કે, ''પોલીસ અધિકારીની એવી ફરજ બને છે કે, તેઓએ સત્ય શોધી, આરોપી વ્યકિત સામે જે તે ગુના સંબંધિત ગુનો બનતો હોય તો ચાર્જશીટ કરવાનુ હોય છે તેમ કરવાને બદલે સદર સાહેદે, ભોગ બનનારને મદદરૂપ થાય તેવા સાહેદોના નિવેદનો લઈ તેમજ તેવી તપાસ કરી તેમજ આરોપીને સમર્થનકારી હકીકતો ધ્યાને ન લઈ, તેવી હકીકતો હકીકતો અદાલતમાં રજૂ ન કરી, પોતાની નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવવામાં ખુબ જ ગંભીર કસુર કરેલ છે, પોલીસ અધિકારીની એવી પવિત્ર ફરજ બને છે કે, તેઓએ સત્ય શોધી, આરોપી વ્યકિત સામે જે તે ગુના સંબંધિત ગુનો બનતો હોય તો જ ચાર્જશીટ કરવાનુ હોય છે જયારે હાલના કીસ્સામાં પુરાવા એકઠા કર્યા વિના ચાર્જશીટ રજુ કરી દેવામાં આવેલ છે.'' તેવા ગંભીર ન્યાયિક અવલોકન સાથે અધિક સેશન્સ જજ શ્રી જે.ડી.સુથાર સાહેબએ આરોપીને આક્ષેપિત તમામ ગુનાઓમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech