ગુજરાત રાજયના ખેલ મહાકુંભ (કેએચકે ૩.૦)નો આરભં આગામી માસે તા.૪ના રોજ રાજકોટના આંગણેથી થશે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના એથલેટિકસ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાશે. રાજકોટ શહેર જિલ્લ ાના બે લાખ ત્યાંસી હજાર આઠસો મળી રાજયભરમાંથી એકોતેર લાખ ત્રીસ હજાર આઠસો ચોંત્રીસ ખેલાડીઓ ૨૪થી વધુ રમતમાં ભાગ લેશે. સ્ટેટ સ્પોર્ટસ ઓથોરિટી તેમજ રાજકોટ જિલ્લા કલેકટર તત્રં દ્રારા ઉદઘાટન સમારોહની તડામાર તૈયારીઓ આરંભાઇ છે.
રમશે ગુજરાત જીતશે ગુજરાત ઓલમ્પિક ૨૦૩૨ ગુજરાતના આંગણે યોજાનાર હોવાથી આઠ વર્ષ દરમિયાન ગુજરાત રાજયના ઉભરતા ખેલાડીઓ નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે ઝળકી ઉઠે તેવા લય સાથે રાજય સરકાર દ્રારા મિશન સ્ટાર્ટ કરાયું છે. આ વખતના ખેલ મહાકુંભને વધુ ભવ્ય બનાવવા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત વિશેષ તૈયારી કરી રહી છે. રાજય સ્તરના ખેલ મહાકુંભના ઉદઘાટન સમારોહનો મોકો રાજકોટને મળ્યો છે.
રાજકોટમાં આવતી ૪ જાન્યુઆરીના રોજ ખેલમહાકુંભનો ઉદઘાટન સમારોહ યોજાશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, રાજયના રમત–ગમત વિભાગના મંત્રી તેમજ અન્ય મંત્રીઓ મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે વચ્ર્યુલી જોડાઇની સમારોહને ચાલુ કરાવે તેવી ગોઠવણ ચાલી રહી હોવાનું
માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉદઘાટન સમારોહમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર્રભરમાંથી ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવનારા ખેલાડીઓ પૈકીના દશેક હજાર ખેલાડીઓને બોલાવવામાં આવશે. ખેલાડીઓને લાવવા માટે એસટી તત્રં દ્રારા ૧૦૦ બસોની ફાળવણી કરવામાં આવી છે. રાજકોટ નજીકના જિલ્લ ાઓ મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી આસપાસના અન્ય જિલ્લ ાના સ્પર્ધકોને કાર્યક્રમમાં લાવવા માટે સ્થાનિક લેવલે જે તે તંત્રવાહકોને જવાબદારી સોંપાશે.
ખેલ મહાકુંભ માટે રજીસ્ટર્ડ થયેલા સ્પર્ધકોની આંકડાકીય માહિતી મુજબ રાજકોટ શહેરમાં મહાપાલિકા દ્રારા ૯૪,૫૩૩ ખેલાડીઓ નોંધાયા છે. કુલ ૬,૨૦૮ ટીમો ભાગ લેશે. જયારે રાજકોટ ગ્રામ્યમાં ૧,૮૯,૨૭૨ ખેલાડીઓ મળી ૧,૮૪,૩૦૦થી વધુ ટીમ જોડાશે. રાજકોટ જિલ્લ ામાંથી જ ૨,૮૩,૮૦૫ ખેલાડીઓ સાથે રાજયમાં ૭૧ લાખથી વધુ ખેલાડીઓ જોડાયા છે.
૪ જાન્યુઆરીએ રાજકોટથી આરભં થનારો ખેલ મહાકુંભ માર્ચ માસમાં પૂર્ણ થશે. ખેલ મહાકુંભમાં અલગ અલગ ૨૪થી વધુ રમતો હશે. ફીઝીકલ ડેસીબલ દિવ્યાંગ બાળકોથી લઇ મોટા દિવ્યાંગ ખેલાડીઓ પણ ખેલ મહાકુંભના સ્૫ર્ધકો તરીકે જોડાશે.
ખેલ મહાકંુભની તૈયારીના ભાગરૂપે આજે બપોર બાદ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથેની ટીમ રાજકોટ આવી પહોંચશે. કલેકટર તત્રં તેમજ સ્થાનિક સ્પોર્ટસ ઓથોરિટી સાથે રિવ્યુ બેઠક મળશે. ઉદઘાટન સમારોહ માટેની તૈયારીઓને ઓપ અપાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech