દેશમાં ૪૧,૦૦૦ કરોડના ૨૦૦૦થી વધારે રેલવે માળખાગત પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદઘાટન અને લોકાર્પણ કરાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સોમવારે રૂ. ૪૧,૦૦૦ કરોડથી વધારેના મૂલ્યના આશરે ૨,૦૦૦ રેલવે માળખાગત પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું અને દેશને અર્પણ કર્યા હતાં. ૫૦૦ રેલ્વે સ્ટેશનો અને ૧૫૦૦ અન્ય સ્થળોએથી લાખો લોકો "વિકસિત ભારત વિકસિત રેલ્વે" કાર્યક્રમ સાથે જોડાયા હતા.
આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિનું પ્રતીક છે. "આજે ભારત જે પણ કરે છે, તે અભૂતપૂર્વ ગતિ અને સ્કેલ પર કરે છે. અમે મોટા સ્વપ્નો જોઈએ છીએ અને તેમને સાકાર કરવા માટે અથાક મહેનત કરીએ છીએ. આ સંકલ્પ આ વિકસિત ભારત વિકસિત રેલવે કાર્યક્રમમાં જોવા મળે છે."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૬ ફેબ્રુઆરીના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટ ડિવિઝનના ૧૨ સ્ટેશનોના પુન:વિકાસનું શિલાન્યાસ કર્યુ હતું. જેમાં રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, ભાટિયા, ખંભાળિયા, દ્વારકા, હાપા, પડધરી, કાનાલુસ, થાન અને ઓખા સ્ટેશન નો સમાવેશ થાય છે.
આ તમામ સ્ટેશનોના પુન:વિકાસનો કુલ ખર્ચ આશરે ૧૮૧.૪૨ કરોડ રૂપિયા છે. આ સાથે ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ ડિવિઝનમાં ખંડેરી, ખંભાળિયા, ઓખામઢી, પીપળી, હાપા, જામ વંથલી, અંડર બ્રિજ અને અંડર પાસનો શિલાન્યાસ અને રોડ અંડરપાસનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા આ કાર્યક્રમ ઓનલાઈન માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ તમામ રોડ અંડરબ્રિજ તથા અંડરપાસના બાંધકામનો કુલ ખર્ચ આશરે ૧૭૫.૨૫ કરોડ રૂપિયા છે.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝન દ્વારા વિવિધ સ્થળોએ આયોજિત કાર્યક્રમોમાં થાન સ્ટેશન પર ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, કેન્દ્રીય રાજ્ય મંત્રી, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આયુષ મંત્રાલય અને ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, રાજકોટ સ્ટેશન પર સાંસદ મોહનભાઈ કુંડારિયા અને સાંસદ રામભાઈ મોકરિયા, જામનગર સ્ટેશન પર સાંસદ પૂનમબેન માડમ, વાંકાનેર સ્ટેશન પર સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોરબી સ્ટેશન પર ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પડધરી સ્ટેશન પર ધારાસભ્ય દુર્લભજી દેથરીયા, દ્વારકા સ્ટેશન પર ધારાસભ્ય પબુભા માણેક, સિંધાવદર સ્ટેશન પાસે આવેલ રેલ્વે અંડરપાસ નંબર ૧૦૧ પર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને અન્ય સ્થાનિક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech