બેડી ખાતે વડાપ્રધાને આવાસનું ઇ-લોકાર્પણ કર્યુ

  • May 13, 2023 10:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્થાનિક લોકોને ઘરનું ઘર મળતા ખુશીનો માહોલ: જીવંત પ્રસારણ

ગાંધીનગર મુકામે ગઇકાલે ગુજરાત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની  ઉપસ્થિતિમા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી તથા ગ્રામ્યના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સમગ્ર ગુજરાત રાજ્યમાં થવાનું હોય,  જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ વીર સાવરકર ભવન આવાસ યોજના બેડેશ્વર ખાતે આવાસનું લોકાર્પણ  તથા ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા "વીરસાકવર ભવન" ખાતેના આ કાર્યક્રમ નીશરૂઆત  દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર ૫૯ ની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો , યોગની દર્શન અને એનડીસી ગ્રુપ દ્વારા સ્વચ્છ ભારત જન જાગૃતિ વિષયક નાટક યોજાયું હતું,
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે તિ. ૧૯૪૬ કરોડના ખર્ચે તૈયાર થયેલ આંતરિક માળખાકીય વ્યવસ્થા અને સુવિધા સભર ૪૨,૪૪૧ આવાસનું  લોકાર્પણ અને  ખાત મહૂર્ત અને લાભાર્થી દ્વારા બનાવેલ આવાસના  ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો,  જેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આવાસ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના અંતે ધારાસભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં ગોલ્ડન સીટી ખાતેના ૫૪૪ આવાસનો કોમ્પ્યુટર  રાઈઝડ ડ્રો  કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એ જામનગર મહાનગરપાલિકાના, આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે આ પહેલા ભારત દેશના કોઈ પણ વડાપ્રધાને નાગરિકો માટે આ પ્રકારનું સ્વપ્ન સેવિયું નહોતું આજે નરેન્દ્ર ભાઈ મોદીએ દેશની જનતા માટે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તેવી પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવી છે,  આ આવાસ યોજના અત્યંત માળખાકીય સુવિધાઓ સાથેની છે, આવાસ યોજનાના મકાનો જોઈને તો બિલ્ડીંગ ક્ધસ્ટ્રક્શનના ધંધાર્થીઓને કોમ્પિટિશન થાય તે પ્રકારના અત્યંત આધુનિક અને સુવિધા સભર આવાસનું બાંધકામ આજે અહીં જામનગરમાં કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં શહેર મેયર બીનાબેન કોઠારી એ જણાવ્યું હતું કે, આજરોજ સમગ્ર ગુજરાતમાં ૪૨ હજારથી વધુ આવાસનું લોકાર્પણ થઈ રહ્યું છે એ અત્યંત મહત્વની બાબત ગણી શકાય છે, જામનગરે દરેક ક્ષેત્રમાં આગળ પડતું રહ્યું છે બ્રાસ બ્રાસની વસ્તુઓ હોય કે પછી સ્વચ્છતા અભિયાન હોય, કે પછી સ્માર્ટ સિટીની વાત હોય દરેક ક્ષેત્રમાં જામનગર અગ્રીમ હરોળમાં રહ્યું છે, તો પ્રધાનમંત્રી આવાસ યોજના ના બાંધકામમાં પણ જામનગર અગ્રીમ હરોળતા પ્રાપ્ત કરશે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર મેયર બીનાબેન કોઠારી,  ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, કમિશનર ડી. એન. મોદી, કલેકટર બી. એ. શાહ સાહેબ,  ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, ડીએમસી ભાવેશભાઈ જાની, ઈડીપી મેનેજર  મુકેશભાઈ વરણવા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, દંડક કેતનભાઇ, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા અને જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
**
સરકારની સહાય થકી મારા પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે: કૃષ્ણસિંહ વાળા
પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી કૃષ્ણસિંહ વાળા જણાવે છે કે હું સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરું છું. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે મે ફોર્મ ભર્યું હતું જેમાં બેડી રેલવે ઓવર બ્રિજ પાસે બનેલા આવાસમાં મને મકાન મળ્યું છે. અમારા મકાનમાં પીવાનું પાણી, હવા ઉજાશ, બાળકો માટે રમતના સાધનો, લિફ્ટ તમામ પ્રકારની સુવિધાઓ છે. હું મારુ પોતાનું ઘર લઈ શકું તેવી મારી પરિસ્થિતિ ન હોતી પરંતુ સરકારની સહાય થકી મારા પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે તે બદલ હું વડાપ્રધાન નરેન્દ્રમોદી અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું.
**
અમારું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવા બદલ વડાપ્રધાનનો આભાર: ક્રિષ્નાબેન ઓઝા
જામનગરના બેડી રેલવે ઓવર બ્રિજ પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નિર્માણ પામેલ વીર સાવરકર ભવનના લાભાર્થી ક્રિષ્નાબેન ઓઝા જણાવે છે કે હું ૭ વર્ષથી ભાડાના મકાનમાં રહેતી હતી. મને પાડોશ માંથી સાંભળવા મળેલ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરાઈ રહ્યા છે. મારુ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે મે ફોર્મ ભર્યું હતું જેના થકી અમને મકાન મળ્યું છે. મારા પતિ મુંબઈમાં નોકરી કરે છે અને હું સિલાઈ મશીન ચલાવી ઘરનું ગુજરાન ચલાવું છું. ત્યારે આવાસ યોજનાના લાભ થકી અમને પોતાનું ઘર મળતા સ્વપ્ન સાકાર થયું છે તે બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર.
**
૨૨ વર્ષ ભાડે રહ્યા બાદ મળ્યું પોતાનું ઘર, સરકારનો આભાર : અલ્પાબેન પંડયા
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બેડી રેલવે ઓવર બ્રિજ પાસે આવેલા આવાસમાં ઘર મળવા બદલ લાભાર્થી અલ્પાબેન પંડયા જણાવે છે કે, અમે છેલ્લા ૨૨ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા હતા પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમને પોતાનું ઘર મળ્યું છે અને અમારું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આ મકાનમાં તમામ પ્રકારની સુવિધાઓ છે, તે બદલ હું પ્રધાનમંત્રી અને સરકારનો આભાર માનું છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application