વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ ૨૮ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે મુલાકાત દરમિયાન તેઓ અમરેલી જિલ્લ ા ના દુધાળા ખાતે ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે.લાઠી તાલુકાના દુધાળાના વતની અને પધ્મશ્રી સવજી ધોળકીયાએ જળસંચયની કામગીરી કરી સરોવરોની હારમાળા બનાવી છે. જેના લોકાર્પણ પૂર્વે અમરેલી જિલ્લ ાના વહીવટી તંત્રમાં અનોખો ધમધમાટ જોવા મળી રહ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમન પૂર્વે અમરેલી જિલ્લ ા વહિવટી તંત્રએ તમામ તૈયારી શ કરી દીધી છે. હાલ જિલ્લ ા કલેકટર અજય દહિયા, જિલ્લ ા વિકાસ અધિકારી પરમિલ પંડા, જિલ્લ ા પોલીસ વડા હિમકરસિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત વિભાગોએ દુધાળાની મુલાકાત લેવાનું શ કરી દીધું છે.
વડાપ્રધાન લાંબા સમય પછી અમરેલી જિલ્લ ામાં આવી રહ્યા છે. મોદી સાથે આ કાર્યક્રમમાં રાય સરકારના ટોચના નેતાઓ તેમજ ભાજપના અગ્રણીઓ પણ જોડાશે તેવી શકયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુધાળામાં ૨૮ ઓકટોબરે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે.
લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લ ા પાંચેક વર્ષથી થઈ રહેલી જળસંચય ની અદ્રત્પત કામગીરી ના કારણે આ વિસ્તારની જાણે કે કાયાપલટ થઈ ગઈ છે, ઉધ્યોગપતિ પધ્મશ્રી સવજી ધોળકીયાની આર્થિક મદદ અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત બહત્પ મોટા વિસ્તારમાં જળસંગ્રહ થઈ રહ્યો છે. આ કામગીરી નિહાળવા માટે અગાઉ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાતના રાયપાલ આચાર્ય દેવવ્રત મુલાકાત લઈ ચૂકયા છે. સવજીભાઈ ધોળકીયા સાથે તેઓએ જળસંગ્રહ માટે થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી અને ખુશી વ્યકત કરી હતી. દુધાળા ખાતે આવેલી હેતની હવેલી ખાતે તેઓએ ગ્રામજનો સાથે નાનકડી મુલાકાત કરી હતી અને આ કામગીરી ની પ્રશંસા કરવાની સાથે જન આશીર્વાદ માગ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech