પ્રધાનમંત્રી મોદી 13મીએ રોડ શો કર્યા બાદ 14 મેના રોજ વારાણસીથી ભરશે ફોર્મ

  • May 03, 2024 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા સીટના સાંસદ છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પણ વારાણસીથી પીએમ મોદીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. છેલ્લા તબક્કા દરમિયાન વારાણસીમાં મતદાન થવાનું છે એટલે કે 1 જૂને વડાપ્રધાન મોદીના મતવિસ્તારમાં મતદાન થશે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામાંકન ભરવા માટે 13 મેના રોજ વારાણસી પહોંચશે. જો કે તે બીજા દિવસે એટલે કે 14 મેના રોજ નોમિનેશન ફાઈલ કરશે. આ પહેલા 13 મેના રોજ પીએમ મોદી વારાણસીમાં એક વિશાળ રોડ શો કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application