વડાપ્રધાન મોદી આજે શ્રીનગરના મહેમાન મલ્ટી લેવલ સિક્યોરિટી સિસ્ટમ તૈનાત

  • June 20, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ અને કાશ્મીર પોલીસે આજથી શરૂ થઈ રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય મુલાકાત પહેલા શ્રીનગરમાં સુરક્ષા મજબૂત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક મલ્ટી લેવલ સિક્યોરીટી સિસ્ટમ તૈયાર કરાઇ છે. સિક્યોરીટી પ્રોટોકોલ મુજબ, અહીં હાઈ-એલર્ટ સિક્યોરીટી વ્યવસ્થા કરવામાં આવી છે.
અગાઉ, શ્રીનગર પોલીસે ડ્રોન અને ક્વોડકોપ્ટરના ઓપરેશન માટે શહેરને ’ટેમ્પરરી રેડ ઝોન’ જાહેર કરતા આદેશો જારી કયર્િ હતા. પોલીસે કહ્યું કે રેડ ઝોનમાં તમામ અનધિકૃત ડ્રોન ઓપરેશન્સ ડ્રોન નિયમો, 2021 ની સંબંધિત જોગવાઈઓ અનુસાર દંડને પાત્ર છે. પીએમ મોદી આજે શ્રીનગર પહોંચશે, અને લગભગ 6 વાગ્યે, તેઓ ત્યાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે ’એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ જમ્મુ એન કાશ્મીર’ ઇવેન્ટમાં ભાગ લેશે.

વડાપ્રધાન જે-કેમાં બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો પ્રોજેક્ટમાં સ્પધર્ત્મિકતા સુધારણાનો પ્રારંભ કરશે. તેઓ રૂ. 1,500 કરોડથી વધુના મૂલ્યની 84 મુખ્ય વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી પુરવઠા યોજનાઓ અને ઉચ્ચ શિક્ષણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેને લગતા પ્રોજેક્ટનો સમાવેશ થશે.

વધુમાં, વડા પ્રધાન ચેનાની-પટનીટોપ-નશરી વિભાગમાં સુધારો કરવા, ઔદ્યોગિક વસાહતોનો વિકાસ કરવા અને છ સરકારી ડિગ્રી કોલેજોના નિમર્ણિ જેવા પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં છ1,800 કરોડના સ્પધર્ત્મિકતા સુધારણા પ્રોજેક્ટને પણ લોન્ચ કરશે. આ પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરના 20 જિલ્લાઓમાં 90 બ્લોકમાં લાગુ કરવામાં આવશે અને 15 લાખ લાભાર્થીઓને આવરી લેતા 300,000 પરિવારો સુધી પ્રોજેક્ટ આઉટરીચ હશે. શુક્રવાર, 21 જૂનના રોજ, પીએમ મોદી શ્રીનગરમાં એસકેઆઇસીસી ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ સભાને સંબોધશે અને પછી સીવાયપી યોગ સત્રમાં ભાગ લેશે.
સુંદર બુલેવાર્ડ રોડ પર શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ ક્ધવેન્શન સેન્ટર ઇવેન્ટમાં 3,000- 4,000 જેટલા લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વ અને સમાજ માટે યોગ છે જે વ્યક્તિગત અને સામાજિક સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે યોગની બેવડી ભૂમિકા પર પ્રકાશ પાડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application