જામનગરનું ગૌરવ: અતુલ્ય વારસોના ડાયરેકટર તરીકે નિમણૂંક

  • July 09, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અતુલ્ય વારસોના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર કપિલ ઠાકર દ્વારા સાત સભ્યોની ડાયરેકટર તરીકે નિયુકતી કરવામાં આવી હતી


અમદાવાદ ખાતે અતુલ્ય વારસોની રાજ્યસ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતુલ્ય વારસોના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર કપિલ ઠાકર દ્વારા સાત સભ્યોની ડાયરેકટર તરીકે નિયુકતી કરવામાં આવી હતી. જામનગરનું ગૌરવ વધારતા વષર્બિેન ભટ્ટની પણ ડાયરેકટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેમાં પયર્વિરણ વિદ મનિષભાઈ વૈદ્ય, કાયદા નિષ્ણાંત વષર્બિેન ભટ્ટ, સામાજિક કાર્યકર કિનરીબેન શાહ, સંશોધક/લેખક મહાદેવભાઈ બારડ તથા વિષ્ણુસિંહ ચાવડા, હેરીટેજ ફોટોગ્રાફર નરેન્દ્રભાઈ ઓતિયા, હેરીટેજ પ્રોફેશનલ પરમભાઈ પંડયાની નિમણૂંક કરવામાં આવી છે.


આ ટીમ દ્વારા ગુજરાતભરમાં જીલ્લાવાર અને નાનાગામ શહેરના સક્રિય સેવાભાવી લોકો કે જેઓ હેરીટેજ, પ્રવાશન, કલા, હસ્તકલા જેવા વિષયો સાથે જોડાયેલા છે તેવોને સ્થાનિક સ્તરની સમિતિઓમાં સાંકળી તેમના વિચારોને આવરી સમગ્ર ગુજરાતમાં હેરીટેજ સંવર્ધન અને ઉજાગર કરવાની કામગીરી, રાજ્યની શાળા-કોલેજોમાં વિનામૂલ્યે હેરીટેજ શિક્ષણ પહોંચાડવું, હેરીટેજ પ્રવાસનને વેગ આપવું જેથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધે, સ્મારકો સચવાઈ અને સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે, અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડનું ફોર્મેટ બદલવા તથા સમગ્ર વિશ્ર્વના ગુજરાતીઓ જેને પોતાના વતન પ્રત્યે પ્રેમ છે કે વતનમાં નાનુ-મોટુ યોગદાન આપવા માંગે છે તેના માટે વાત વતનની યોજનાનું અમલીકરણ સહિતના મુદ્દાઓ પર કામગીરી હાથ ધરશે તેમજ અનેક નવા કાર્યક્રમો  રાજ્યસ્તરે હાથ ધરાશે.


તેમની ટીમમાં અને અભિયાનમાં જોડાવવા માટેની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. અથવા શક્ષરજ્ઞ.ફિીંહુફદફતિજ્ઞલળફશહ.ભજ્ઞળ  પર માહિતી મોકલી શકાશે. આ પ્રયાસ સમગ્ર ગુજરાતમાં અને ગુજરાતીઓના ભવ્ય વારસાને ઉજાગર કરવાના, સંવર્ધન કરવાના, કલાકારોને જોડવા મદદપ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News