વેરાવળની શાહીગરા કોલોનીમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બની ગયેલા ૪૫ પાકા મકાનો ઉપર પાલીકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. આ ડીમોલેશનની કામગીરી અંતર્ગત ૩.૫ કરોડની ૩૫૮૪ ચો.મી. (૧૦ હજાર ગજ) જેવી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ મેગા ડીમોલેશનની કામગીરી માટે પાલીકા તંત્રએ લેખિતમાં માંગેલ હોવા છતાં પોલીસ તંત્રએ બંદોબસ્ત ન ફાળવતા અનેક સવાલો ઉભા થયા છે. જો કે, પાલીકાએ નિર્ધારિત આયોજન મુજબ ડીમોલેશનની કામગીરી પુર્ણ કરી છે. આ અંગે પાલીકાના અધિકારી જેઠાભાઈ સોલંકીએ જણાવેલ કે, વેરાવળના વોર્ડ નં.૬માં શાહીગરા કોલોનીમાં મહેક સ્કુલની બાજુમાં રેલ્વેની દિવાલને અડીને આવેલ પડતર સરકારી જમીન ઉપરથી નિકળતા વરસાદી પાણીના વેણમાં ૪૫ જેટલા પાકા મકાનો ગેરકાયદેસર રીતે બની ગયેલ જેને દુર કરવા માટે મામલતદાર દ્રારા સ્થળ મુલાકાત કરીને કબ્જા ધારકોને અઠવાડીયામાં મકાનો હટાવવા સુચના આપેલ તેમ છતાં કોઈએ હટાવ્યા ન હતા. જેથી ડીમોલેશન કરવાનું પાલીકાએ આયોજન કરેલ જે મુજબ આજે સવારે પાલીકાનો સ્ટાફ ૬ જેસીબી અને ૨૨ ટ્રેકટરો સાથે દબાણો હટાવવા પહોચી ગયો હતો. યાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બની ગયેલા બાંધકામો ઉપર પાલીકાના બુલડોઝરો ફરી વળ્યા હતા. આ કામગીરીમાં ૪૫ જેટલા પાકા મકાનો દુર કરીને ૩૫૮૪ ચો.મી.(૧૦ હજાર ગજ) સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર નજીક જીરાના કારખાનામાં મશીનની ટાંકી પરથી પડી જતા યુવાનનું મોત
May 09, 2025 12:49 PMજામજોધપુરમાં બિમારીથી કંટાળી વેપારી યુવાને જીવાદોરી ટુંકાવી
May 09, 2025 12:46 PMજામનગર એસપીની અઘ્યક્ષતામાં ૫૩ લાખ ડ્રગ્સ મુદામાલનો નાશ
May 09, 2025 12:40 PMસાંબા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 12 આતંકવાદીને BSFએ ઠાર માર્યા
May 09, 2025 12:39 PMધોરણ 10 માં હળવદ મંગલમ વિદ્યાલય નો ડંકો વાગ્યો..
May 09, 2025 12:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech