અતિવૃષ્ટિના કારણે થયેલી પાકની નુકસાનીના સરવે તેમજ વળતર અંગે ખેડૂતો દ્વારા રજૂઆતો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક અતિ ભારે વરસાદ વરસી ચૂક્યો છે. હાલ ઠેર ઠેર ભરાયેલા પાણી વચ્ચે વરસાદી બ્રેક રહી છે, ત્યારે અહીંના ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને એક લેખિત આવેદન પત્ર પાઠવી અને જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે વિવિધ પાકોમાં થયેલી નુકસાન અંગેનો સરવે કરાવી અને ખેડૂતોને વળતર ચૂકવવા માટેની રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયામાં ભારતીય કિસાન સંઘ દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં સતત ચાર દિવસ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસી ગયેલા ભારે વરસાદના કારણે વિવિધ પ્રકારના ખરીફ તેમજ બાગાયતી પાકો અને શાકભાજીને વ્યાપક નુકસાની થવા પામી છે. અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા મહદ અંશે વિવિધ પાક નિષ્ફળ થવાની ભીતિ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને ખેડૂતોને થયેલી નુકસાનીનો સરકાર દ્વારા તાકીદે સરવે કરાવવામાં આવે તેમજ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરી અને સહાય ચૂકવવામાં આવે તે માટેની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લામાં અનેક વિસ્તારોમાં હજુ સુધી વીજ પુરવઠો પૂર્વવત થયો નથી. જેથી આ અંગેની ટીમ ફાળવી અને ગ્રામ્ય વિસ્તારમાં ઝડપથી વીજ પુરવઠો ચાલુ કરવા માટે પણ વધુમાં રજૂઆત કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલ્ડ પ્લે કોન્સર્ટની સુરક્ષામાં ૩૮૦૦ પોલીસ તૈનાત
January 23, 2025 11:18 AMદ્વારકાના જગતમંદિરની ઘ્વજાજી મુદ્દે વડાપ્રધાનને પત્ર: ભ્રષ્ટાચારનો આક્ષેપ
January 23, 2025 11:18 AMમહાનગરોમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં મૂલ્યાંકન માટેના માપદંડ લાગુ પડાશે
January 23, 2025 11:16 AMઠંડીમાં સામાન્યથી બે ડિગ્રીનો વધારો કાલથી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં
January 23, 2025 11:15 AM૧૩ વર્ષના ભાઈએ સતત રડી રહેલી એક વર્ષની બહેનની કરી ઓશિકું દબાવી હત્યા
January 23, 2025 11:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech