વેરાવળ પટેલવાડા વિસ્તારની જૂની જર્જરીત ઈમારત અંગે રજૂઆત

  • July 25, 2024 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળના પટેલવાડા વિસ્તારમાં એક જૂની જર્જરીત ઇમારત ઉતારવા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા ફારુકભાઈ બુઢિયાએ  રજુઆત કરેલ છે.વેરાવળ શહેરમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની કામગીરી અંગે હજારો સવાલ ઊભા ઈ રહ્યા છે ત્યારે વેરાવળ વોર્ડ નંબર ૧૦ માં આવેલ પટેલવાડા વિસ્તારમાં એક વર્ષો જૂની જર્જરિત ઇમારત ગંભીર પરિસ્િિતએ પહોંચી ગયેલ છે જેનો ઘણો બધો ભાગ એકાએક પડેલ છે અને જો નગરપાલિકા યોગ્ય પગલાં લઈ તેને વહેલી તકે નહીં ઉતારે તો આ ઈમારત નિર્દોષ લોકોનો ભોગ લેશે.



વેરાવળ શહેરમાં આવી અનેક જૂની ઇમારતો છે જે વરસાદી મોસમમાં અચાનકી પડવાની તેની ખૂબ જ શક્યતાઓ રહેલી છે અને જો આવી ઇમારતોને યોગ્ય રીતે નગરપાલિકાઓ દ્વારા પાડવામાં નહીં આવે તો તે અચાનક કોઈક દિવસે પડી ભાંગશે અને લોકોને જાનમાલનો ખૂબ મોટો નુકસાન કરશેવેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા ફારૂકભાઈ બુઢિયા દ્વારા નગરપાલિકામાં એ માંગ છે કે આ ઈમારત ને વહેલી તકે ઉતારવામાં આવે અને લોકોને સલામતી આપવામાં આવે તેવી માંગ કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application