રેશનિંગનો જથ્થો પૂરતા પ્રમાણમાં ફાળવવા સસ્તા અનાજ દુકાનદારોની રજૂઆત

  • December 04, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજય સરકાર દ્રારા જુદી જુદી યોજના હેઠળ ગરીબ રેશનકાર્ડ ધારકોને ફાળવાતા અનાજના જથ્થામાં મહિને દરમહિને કાપ આવતો હોવાથી લાખો રેશનકાર્ડ ધારકો હેરાન પરેશાન થાય છે. સાથોસાથ સસ્તા અનાજના દુકાનદારોને પણ કાર્ડધારકો સાથે અનાજનો પર્યા જથ્થો ન હોવાના કારણે માથાકુટ થાય છે. આ સમસ્યા નિવારવા માટે રાજકોટ શહેર ફેરપ્રાઈઝ શોપ એસો. દ્રારા જિલ્લા પુરવઠા અધિકારીને લેખીત રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવ્યું છે કે, આ મહિને તુવેરદાળ અને ચણાનો ૫૦ ટકા જથ્થો દુકાનદારોને ફાળવવામાં આવનારો છે. જેને લઈને દુકાનો પર અનાજ લેવા આવનારા કાર્ડધારકોને વહેલા તે પહેલાના ધોરણે આ જથ્થો ફાળવી શકાશે. ત્યાર બાદ પર્યા માત્રામાં જથ્થો ન મળવાના કારણે અસંખ્ય કાર્ડધારકોને અનાજ મળી શકશે નહીં. જેને લઈને દુકાન પર આવનારા આવા કાર્ડધારકો દુકાનદારો સાથે ઝઘડા પર ઉતરી આવે છે. તેઓને સાચો ખ્યાલ હોતો નથી. અનાજનો જથ્થો પુરતો ન આવવાના કારણે દુકાનદારોને પણ કમીશનમાં માર પડે છે. યોગ્ય પ્રમાણમાં જથ્થો મળે તે માટે રજુઆત કરવા માટે આવેદન પત્રમાં જણાવાયું છે. એસો.ના પ્રમુખ માવજીભાઈ રાખશીયા, મહામંત્રી હિતુભા જાડેજા અને હોદેદારો આજે કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા અને શહેર જિલ્લાના મળી ૩.૫૦ લાખ કાર્ડધારકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા માટે રજૂઆત કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application