જૂનાગઢ જિલ્લા સિટી સર્વે કચેરીનું વિસ્તૃતિકરણ કરવા ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

  • February 05, 2024 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવાની યોજના તેમજ સ્વામીત્વ યોજના થકી પ્રોપર્ટી કાર્ડ આપવાની પહેલને ખૂબ જ આવકાર મળ્યો છે ત્યારે લોકોને સરળતાથી મિલકતના ટાઈટલ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે જુનાગઢ સિટી સર્વે કચેરીનું વિસ્તૃતિકરણ કરવા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
ધારાસભ્યએ કરેલી રજૂઆતમાં જૂનાગઢમાં માત્ર એક જ સિટી સર્વે સુપ્રીડન્ટની કચેરી આવેલી છે અને તેમાં પણ ખૂબ જ કામગીરીનું ભારણ રહેલું છે. રાજ્યમાં અન્ય જિલ્લ ામાં આણંદમાં ૩, પાટણમાં ૨, રાજકોટ શહેરમાં ૩,ખેડામાં ૨ તેમજ ગોંડલ જેતપુર ઉપલેટામાં પણ અલગ સિટી સર્વે સુપ્રીડેન્ટની કચેરીઓ આવેલ છે ત્યારે જુનાગઢ માં એક જ કચેરી આવેલી છે અને તેમાં પણ સ્ટાફની ઘટ હોવાથી કામગીરી માં મુશ્કેલી થાય છે જુનાગઢ સિટી સર્વે કચેરી હસ્તક જુનાગઢ શહેરના આઠ વોર્ડ ઉપરાંત ટીંબાવાડી, ઝાંઝરડા, જોષીપરા દોલતપરા ચોબારી, સરગવાડા , ખામધ્રોળ, સાબલપુર, ભવનાથ ઉપરાંત વડાલ ,વંથલી, માણાવદર ,બાંટવા, કેશોદ ચોરવાડ, માળીયા ,માંગરોળ , વિસાવદર બીલખા મેંદરડા એમ મળી તાલુકાઓની કચેરીઓનો પણ સમાવેશ થાય છે જેથી કામગીરીનું ધારણ હોવાથી લોકોની કામમાં સરળતા મળે તેવા ઉદ્દેશથી જુનાગઢ સિટી સર્વે કચેરીનું વિસ્તરણ કરવું જરૂરી છે ્ જેથી ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને જૂનાગઢ જિલ્લ ામાં ત્રણ નવી સિટી સર્વે સુપ્રીડેન્ટની કચેરી બનાવવામાં આવે છે પૈકી બે શહેરમાં અને એક છેવાડાના તાલુકામાં બનાવવામાં આવે તેથી લોકોને પડતી મુશ્કેલીનું નિવારણ લાવી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application