ભાણવડના ભરતપુર ગામે વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિ

  • December 23, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકાના ભરતપુર ગામે વિકસીત ભારત સંકલ્પ યાત્રા તા. રર/૧ર/ર૦ર૩ ના રોજ કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયેલ.
આ પ્રસંગે જામનગર જીલ્લા ડી.કો. બેંકના ચેરમેન પી.એસ. જાડેજા, જીલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન હમીરભાઇ કનારા, જેઠાભાઇ છુછર, ગોવિંદભાઇ કનારા, ચેતનભાઇ રાઠોડ, વી.ડી. મોદી, સૈયદબાપુ, મોહનભાઇ ગોરફાડ, કિરીટભાઇ નંદાણીયા, જિલ્લા વિકાસ અધિકારી ધાનાણી, તા.વિ. અધિકારી તથા સ્ટાફ, આરોગ્ય વિભાગના ટી.એચ.ઓ. ડો. પ્રકાશ ચાંડેગ્રા, આંગણવાડી વર્કર બહેનો, ખેતીવાડીના સ્ટાફ, તલાટી મંત્રીઓ, મામલતદાર કચેરીના સ્ટાફ, શિક્ષકગણ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તથા અગ્રણીઓ, મેઘજીભાઇ પીપરતોર, અરજણભાઇ નનેરા, અજય કારાવદરા, શાંતિભાઇ કુબાવત તથા સહકારી મંડળીઓના મંત્રીઓ તથા બેંકના સ્ટાફ સરપંચ તથા ટીમ સહિત સારી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહેલ.
કાર્યક્રમને સંબોધતા પી.એસ. જાડેજાએ જણાવેલ કે, જીલ્લા ડી.કો. બેંક ખેડૂતોના હિતાર્થે ખેડૂત અકસ્માત વિમા યોજના હેઠળ આજે ફતેપુરના ખેડૂતનું અકસ્માતમાં મૃત્યુ બદલ તેઓના ઘરના સભ્યને રુા. પાંચ લાખનો ચેક અર્પણ કરેલ. તેમજ બેંકની કામગીરીના વિસ્તૃત જાણકારી આપેલ.
અઘ્યક્ષસ્થાનેથી સંબોધતા કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાએ જણાવેલ કે, કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ધદ્રષ્ટિથી સગ્રમ ભારડીયા વાંચનોના વિકાસ માટે મોદીની ગેરેંટી સાથે અનેક યોજનાઓનો, સીધો લાભ છેવાડાના માનવી સુધી પહોંચતા કરેલ છે. જે આપ સૌ જાણો છો.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવ વર્ષમાં અથાગ પ્રયત્નોગથી વિકસિત ભારત સમૃઘ્ધ ભારતની નેમ સાથે આગળ વધી રહેલ છે. આગામી સમયમાં મહાન રાષ્ટ્ર બને તેવા વિઝનથી કામ કરી રહ્યા છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના, ખેડૂત અકસ્માત વિમા યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ યોજના, સોયલ હેલ્થ કાર્ડ સહિતની સમગ્ર સમાજને ઘ્યાને લઇ વિવિધ યોજનાઓનો અમલ કરેલ છે. જેનો સીધો લાભ ગામડાના છેવાડાના માનવી સુધી પહોંચે છે. જેના આપ સૌ સાક્ષી છો.
આ પ્રસંગે ભાણવડ તાલુકાના વિકાસકામો રુા. ૩૮૭ લાખના ઇ ખાતમુર્હુત તથા લોકાર્પણ કરેલ છે. સાથે સાથે પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણની જાળવણીની પણ સૌને શીખ આપેલ છે. તેમજ ગ્રામ્ય મહિલાઓએ લોકનૃત્યમાં પ્રાકૃતિક ખેતી વિશે નાટક કરેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application