પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં ૪૩મું શારદીય નવરાત્રિ અનુષ્ઠાન - ૨૦૨૪ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સેવાકીય કાર્યોથી સંપન્ન થશે
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આ વર્ષે ૪૩મો શારદીય નવરાત્રી અનુષ્ઠાન મહોત્સવ તારીખ ૦૩/૧૦/૨૦૨૪ થી ૧૨/૧૦/૨૦૨૪ દરમ્યાન ઉજવવામાં આવશે. પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન પ્રતિદિન સવારે ૮:૩૦થી શ્રીરામચરિતમાનસ નું મૂળ પારાયણ થશે તથા બપોર બાદ ૩:૩૦ વાગ્યેથી પ્રતિદિન અયોધ્યાના પરમ પૂજ્ય અશર્ફી ભવન અયોધ્યા પીઠાધીશ્ર્વર જગદગુ રામાનુજાચાર્ય સ્વામી શ્રીધરાચાર્યજી મહારાજના વ્યાસાસનથી શ્રી ભગવદ્કથા ના શ્રવણનો અલભ્ય અવસર પ્રાપ્ત થશે. શ્રીરામચરિતમાનસ તથા શ્રીમદ ભાગવતજીની પોથીયાત્રા શ્રીહરિમંદિરથી તા.૩-૧૦-૨૪, ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે સંપન્ન થશે. વિશેષત: શારદીય નવરાત્રિ અંતર્ગત શ્રીહરિ મંદિરમાં પ્રતિદિન નૂતન ધ્વજારોહણ, પૂજન અને શ્રીકણામયી માતાજીના અલૌકિક ઝાંખીના દિવ્ય દર્શન અને સાયં આરતી અને પ્રાચીન રાસ-ગરબાનું ભવ્ય આયોજન થશે.
શ્રીહરિ મંદિરમાં યોજાનાર વિવિધ મનોરથ
શારદીય નવરાત્રિમાં પૂજ્ય ભાઈશ્રીના સાનિધ્યમાં શ્રીરામચરિતમાનસ અનુષ્ઠાન અને કથાની સાથે શ્રીહરિ મંદિરમાં વિવિધ મનોરથ સંપન્ન થશે. જેમાં પ્રતિદિન દરેક શિખર પર નુતન ધ્વજારોહણ, શ્રી કણામયીમાતાનું ષોડશોપચાર પૂજન એવં સાયંકાળે માતાજીની અલૌકિક દિવ્ય ઝાંખીના દર્શન યોજાશે. આ સિવાય વિશેષ મનોરથમાં તા.૮-૧૦-૨૪ના રોજ કરુણામયી માતાજીનો આ વર્ષે પ્રથમ વાર રથ મનોરથ સંપન્ન થશે. તા.૦૯-૧૦-૨૪ના રોજ સાંજે ૭:૩૦ થી ૮:૦૦ દરમ્યાન જલપુષ્પાભિષેક સંપન્ન થશે. તા. ૧૧-૧૦-૨૪ના રોજ દુર્ગાષ્ટમીના દિવસે અન્નકૂટ મનોરથ સંપન થશે. જેના દર્શનનો લાભ સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ તથા સાંજે ૪:૩૦ થી ૮:૦૦ દરમ્યાન ભાવિકો લઇ શકશે. આ બધા દિવ્ય મનોરથના લાભ લેવા માટે આપ શ્રીહરિ મંદિરનો ૯૦૯૯૯ ૬૬૨૬૦ પર સંપર્ક કરી શકો છો. તારીખ ૧૨/૧૦/૨૦૨૪, વિજયાદશમીના અવસરે સાંદીપનિ યજ્ઞશાળામાં હોમાત્મક સુંદરકાંડ યજ્ઞ કરવામાં આવશે તેમજ સાયંકાલે ૫:૦૦ વાગ્યે દ્વારકા મુકામે જગતમંદિરે પૂજ્ય ભાઇશ્રી અને ભાવિકોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ થશે.
નૂતન છાત્રાલય ઉદ્ઘાટન સમારોહ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના સમાપન દિવસે તા. ૧૨-૧૦-૨૪, વિજયાદશમીના પરમ પાવન દિવસે સાંદીપનિ વિદ્યાનિકેતન સંકુલમાં નવનિર્મિત સાંદીપનિ ઋષિકુળના નૂતન છાત્રાલયનો ઉદ્ઘાટન સમારોહ સંપન્ન થશે. પૂજ્ય ભાઈશ્રી, અન્ય સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સમારોહ સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ દરમ્યાન સંપન્ન થશે. આ ઋષિકુળના નૂતન છાત્રાલય ભવનના મનોરથી બજરંગલાલ તાપડિયાના પરિવારના લોકો પણ ઉપસ્થિત રહેશે.
માં મહિષાસુરમર્દિની મંડપ સ્થાપના
શારદીય નવરાત્રિમાં મા ભગવતીની આરાધનાનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વર્ષે સાંદીપનિ વિદ્યાનિકેતનની શ્રીહરિ મંદિરની બગીચીમાં વૈદિક રીચ્યુલ ટીમ દ્વારા માં મહિસાસૂરમર્દિની મંડપ સ્થાપના થશે. જ્યાં સંપૂર્ણ નવરાત્રિ દરમ્યાન મહિષાસુરમર્દિની માતાજીની પૂજા-અર્ચના, પાઠ અનુષ્ઠાન તેમજ સાંજે આરતી સંપન્ન થશે. જેના મનોરથી તરીકે કોકિલાબેન ધીભાઈ અંબાણી પરિવારની પ્રેરણાથી રાધિકા અનંત અંબાણી મુંબઈ સેવા આપશે. આ સિવાય વૈદિક રીચ્યુલ ટીમ દ્વારા ચંડીયાગ, શ્રીદુર્ગા યજ્ઞ, સવાલાખ નવાર્ણમંત્ર અનુષ્ઠાન, દુર્ગાષ્ટમી યજ્ઞ વગેરે યજ્ઞ-જપાનુષ્ઠાન, શીઘ્રલક્ષ્મીપ્રાપ્તિ માટે લલિતાસહસ્રનામથી કમલાર્ચન, લલિતા સહસ્રનામથી કુંકુમ અર્ચન, દેવી શૃંગાર અર્ચન તથા દેવીરાજોપાચાર પૂજા, બ્રહ્મમુહુર્તમાં દેવીપુજા અને ૧૦૮ દીપ અર્પણ, શુભલક્ષ્મીપ્રાપ્તિ હેતુ વિશેષ શ્રીયંત્ર પૂજા, પંચોપચારપૂજનપૂર્વક સંકીર્તન સેવા, ષોડશોપચારપૂજા તથા કુમારિકાપૂજન સંપન્ન થશે. આ સાથે શ્રીચંડીપાઠ, મનોકામના અનુસાર સંપુટીત ચંડીપાઠ, વિશેષ રાત્રિ ચંડીપાઠ, વિદ્યાપ્રાપ્તિ માટે શ્રીનીલસરસ્વતી સ્તોત્ર, લક્ષ્મી પ્રાપ્તિ માટે ૧૦૮ શ્રીસૂક્ત પાઠ, શ્રીદેવી અથર્વશીર્ષ, સિદ્ધકુંજીકા સ્તોત્રપાઠ, સૌન્દર્યલહરી પાઠ, શ્રીરાત્રીસુક્ત, સર્વવિધરક્ષા માટે શ્રી દેવીકવચ, શક્તિપ્રાપ્તિમાટે કાલીઅષ્ટોતર નામસ્તોત્ર, વિશેષ ઘનપાઠ, દેવીરહસ્યત્રય તથા શ્રીદુર્ગા અષ્ટોત્તરશતનામ સ્તોત્રપાઠ, દુર્ગાષ્ટમી યજ્ઞ જેવા વિશેષ અનુષ્ઠાન સંપન્ન થશે.
સાંદીપનિ પરિસરમાં યોજાનાર મેડીકલ કેમ્પ
શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોની સાથે પૂજ્ય ભાઇશ્રીની પ્રેરણાથી સેવાકીય કાર્યો તરીકે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સાંદીપનિ પરિસરમાં તારીખ:૦૩/૧૦/૨૦૨૪ થી ૧૧/૧૦/૨૦૨૪ સુધી પ્રતિદિન સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી દંતયજ્ઞ કેમ્પ યોજાશે. જેમાં દંતવૈદ્ય લાભુભાઈ શુક્લ મેમોરીયલ કલીનીક ગૌરીડદ રાજકોટના જાલંધર બંધ યોગ પદ્ધતિના સુવિખ્યાત દંતવૈદ્ય હર્ષદભાઈ જોશી, દંતવૈદ્ય સરોજબહેન જોશી અને તેમની ટીમ સેવા આપશે. તારીખ ૦૬/૧૦/૨૦૨૪ ના રોજ મેગા સુપર સ્પેશ્યાલીટી કેમ્પ યોજાશે, જેમાં રાજકોટ લબ્ધ પ્રતિષ્ઠિત ગોકુલ હોસ્પિટલના ડો.પ્રકાશભાઈ મોઢા અને તેઓની ટીમના સુપર સ્પેશીયાલીસ્ટ ડોકટરો પોતાની માનદ સેવાઓ પૂરી પાડશે. તા. ૦૬/૧૦/૨૪ થી ૦૯/૧૦/૨૪ સુધી દિવ્યાંગ સાધનસહાય કેમ્પ યોજાશે. જેમાં ભાવનગરની ખૂબ જાણીતી પી.એન.આર. સોસાયટીના નિષ્ણાંતો દ્વારા દિવ્યાંગોને તપાસવામાં આવશે તા.૦૮/૧૦/૨૪ના રોજ નેત્રમણીના સાથે નેત્રયજ્ઞ યોજાશે. જેમાં જેમાં શિવાનંદ મિશન આઈ હોસ્પિટલ વીરનગરના નિષ્ણાંત ડોકટરો પોતાની માનદ સેવા પૂરી પાડશે.
લાયન્સ હોસ્પિટલમાં યોજાનાર કેમ્પ
તારીખ ૦૫/૧૦/૨૦૨૪ના રોજ પોરબંદરની લાયન્સ હોસ્પિટલ ખાતે પલ્મોનોલોજીકેમ્પનું આયોજન કરેલ છે જેના મનોરથી તરીકે બજરંગલાલ તાપડિયાસેવા આપશે. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર સુવિખ્યાત અને સીનીયર મોસ્ટ પલ્મોનોલોજીસ્ટ ડો.જયેશભાઈ ડોબરિયા પોતાની માનદ સેવા પૂરી પાડશે
ધામેચા હોસ્પિટલ ખાતે સુપર સ્પેશ્યાલીટી આઈ કેમ્પ
તા.૦૫/૧૦/૨૪ તથા તા.૦૬/૧૦/૨૪ના રોજ ધામેચા આઈ હોસ્પિટલ પોરબંદર ખાતે સુપર સ્પેશિયાલીટી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં મુંબઈની વિશ્વવિખ્યાત બોમ્બે સીટી આઈ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટરના આંખના નિષ્ણાંત સર્જન ડો.કુલીનભાઇ કોઠારી અને તેમની ટીમ પોતાની માનદ્ સેવા આપશે.જેના મનોરથી તરીકે અનસુયાબેન વિશ્રામ જોગિયા પરિવાર (યુ.કે.) સેવા આપશે. આતમામ મેડિકલ કેમ્પ્સની વિશેષ માહિતી માટે કો-ઓર્ડિનેટર સુરેશભાઈ ગાંધી તથા ભરતભાઈ ગઢવીનો સંપર્ક કરવો જેના સંપર્ક નંબર ૯૭૧૨૨ ૨૨૦૦૦ છે.
સંપૂર્ણ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવના મુખ્ય મનોરથી તરીકે સાંદીપનિના ટ્રસ્ટી એવં સંનિષ્ઠ સેવક શ્રી બજરંલાલ તાપડિયાજી એવં પરિવાર-મુંબઈ સેવા આપશે. શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવમાં યોજાનારા અનુષ્ઠાન, કથા-શ્રવણ અને દરેક મનોરથ દર્શનનો અમૂલ્ય લાભ લેવા માટે સાંદીપનિ પરિવાર સૌ ભાવિકોને નિમંત્રણ પાઠવે છે. દરેક કાર્યક્રમોનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech