સિંધી સમાજ તેના નવા વર્ષ ચેટીચંડને આવકારવા થનગની રહ્યો છે ત્યારે દરવર્ષની માફક આ વર્ષે પણ સિંધી સોશિયલ ગ્રુપ દ્રારા ચેટીચંડ મેલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રુપ દ્રારા છેલ્લા ૨૫ વર્ષથી સમાજમાં ધાર્મિક તહેવારો, સામાજિક કાર્યેામાં સક્રિય રીતે જોડાયેલું છે. તા.૧૦–૪ને બુધવારે ચેટીચંડ મેળા મહોત્સવ યોજાવાનો છે ત્યારે તેના અનુસંધાને સમાજના ૪૦૦થી વધુ કાર્યકરો દ્રારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ મહોત્સવની તૈયારીના ભાગરૂપે આજે સાંજે જંકશન મેઈન રોડ ખાતે ગ્રુપના કાર્યાલયનું ઉદઘાટન આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી અને એમ.ડી. ચંદ્રેશભાઈ જેઠાણીના હસ્તે કરવામાં આવશે.
આ વર્ષે તા.૧૦–૪ને બુધવારે સાંજે ૬–૩૦ કલાકથી ૧૧ કલાક સુધી રમેશભાઈ પારેખ સ્ટેજ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે ઉજવવા જઈ રહ્યું છે ત્યાં સુંદર મજાનું મંદિરનું નિર્માણ કરવાનું છે તેમજ સાંસ્કૃતિક અને ડીજેની વણઝાર સાથે ધાર્મિક સ્ટેજ કાર્યક્રમો પણ યોજાશે. સમાજના સાથે આવતા બાળકો માટે બાળનગરી જેમાં જમ્પીંગ, ટ્રેન, ચકરડી વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં નવયુગલના વ્યવહારીક સબંધો થેલેસેમીયા પીડીત ન રહે તે હેતુથી ત્યાં સ્થળ પર જ થેલેસેમીયા ટેસ્ટ ફ્રી કેમ્પનું આયોજન કરેલ છે. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ, ધાર્મિક પુસ્તકોનું વિતરણ, સેલ્ફી પોઈન્ટો અને દિવ્યાંગો અને સમાજમાં નબળા એકલતા ભયુ આશ્રમોમાં જીવન વિતાવતા વૃધ્ધોનું માતૃ–પિતૃ વંદના કરી મહાપ્રસાદ લેવડાવી કાર્યક્રમોની શુભ શરૂઆત થશે. આ ભવ્ય કાર્યક્રમમાં ૨૦ હજારથી વધારે સિંધી સમાજના લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી વેપારીઓને તે દિવસે પોતાના ધંધા રોજગાર બધં રાખીને સમાજના કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક જોડાવા અનુરોધ કરાયો છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા સોનુભાઈ આહુજા, દિનેશભાઈ જગવાણી, જીતુભાઈ ગોપલાણી, જીતુ રોય, સુનિલભાઈ ટેકવાણી, હરેશભાઈ વાધવાણી, રાજુભાઈ દરીયાનાણી, રાજુભાઈ ઉદાણી, મહેન્દ્રભાઈ વાધવાણી, પરેશભાઈ મુલવાણી, શંકરભાઈ વસીયાણી, અનુપ ટેકવાણી, ચંદ્રેશભાઈ લોંગાણી, ચંદ્રેશ ટેકવાણી, રાજુભાઈ પોપટાણી, મહેશભાઈ વધીયા, હરેશભાઇ ભારાણી, રજનીશભાઈ ટોપણદાસાણી, મનીષભાઇ મોહનાણી, અંકિત રોહરા, નરેશભાઈ ભકતાણી, પ્રેમભાઈ તારવાણી, રાજુભાઈ અડવાણી, સુરેશભાઈ ભંભાણી, રમેશભાઇ મમતાણી, અશોકભાઇ રાજપાલ, વિજય કુકરેજા, રાજુભાઈ મેઘાણી, છોલાભાઈ તેમજ સિંધી સોશિયલ યુવા ગ્રુપ પરિવાર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો.નં.૯૮૨૫૨ ૭૬૦૫૫ ઉપર સંપર્ક કરવા આજકાલની શુભેચ્છા મુલાકાતે આવેલા સિંધી સોશિયલ યુવા ગ્રુપના હોદેદારોએ જણાવ્યું હતું
બ્લડ ડોનેશન–થેલેસેમિયા નિદાન કેમ્પ
ચેટીચડં મેલા મહોત્સવમાં સમાજમાં નવયુગલના વ્યવહારીક સંબંધો થેલેસેમીયા પીડીત ન રહે તે હેતુથી સ્થળ પર જ નિ:શુલ્ક થેલેસેમીયા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ, ધાર્મિક પુસ્તકોનું નિ:શુલ્ક વિતરણ તેમજ માતૃ–પિતૃ વંદના સહિતના વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે.
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર
ચેટીચડં મેલા મહોત્સવની ૨૧ કાર્યકરો સહિત ૪૦૦ સભ્યોની ટીમ તૈયારીમાં જોડાયેલી છે ત્યારે આ મહોત્સવમાં સિંધી સમાજને લગતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રોમોની વણઝાર જોવા મળશે. જેમાં વેશભુષા, આરતી સ્પર્ધા, માતૃ–પિતૃ વંદના વગેરે કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં ઉતસાહપૂર્વક જોડાવવા માટે કાર્યકરો દ્રારા સમાજના સભ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે.
"
મહોત્સવમાં ભવ્ય મહાપ્રસાદનું આયોજન
સિંધી સમાજના નવા વર્ષ ચેટીચંડની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે નવા વર્ષને વધાવવા યોજાનાર ચેટીચંડ મેલા મહોત્સવમાં સિંધી સમાજ માટે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં જોડાવા અને પ્રસાદનો લાભ લેવા માટે સિંધી સોશિયલ યુવા ગ્રુપ દ્રારા સમાજના સભ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે.
રેલનગર સિંધી સમાજ પરિવાર દ્રારા વેલકમ ચેટીચંડ મહોત્સવનું આયોજન
સિંધી સમાજ તેના નવા વર્ષને વધાવવા થનગની રહ્યો છે ત્યારે સમાજના લોકો દ્રારા નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ઠેર–ઠેર વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે.
રેલનગર સિંધી સમાજ પરિવાર દ્રારા નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે વેલકમ ચેટીચંડ–૨૦૨૪ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજય શહેરાવાલે સાંઇજીની પાવન ઉપસ્થિતિમાં આસ્થા ચોક રેલનગર ખાતે આ કાર્યક્રમ યોજાશે જેનું આયોજકો દ્રારા આજકાલના મોભી ધનરાજભાઇ જેઠાણીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
તા.૩–૪ને બુધવારે સવારે ૬–૦૦ વાગ્યે પૂજય શહેરાવાલે સાંઇજીનું આગમન થશે ત્યારબાદ તેના સાંનિધ્યમાં સાંજે ૫થી ૬–૦૦ કલાકે રેલનગર સિંધી સમાજ પરિવાર બાલક મંડલી દ્રારા મ્યુઝિકલ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સાંજે ૯–૦૦ વાગ્યે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સામેલ થવા સિંધી સમાજના સભ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech