કુદરતના ખોળે શિવનું સાનિધ્ય માણવા આતુર ભકતોને જે યાત્રા શ થવાનો ખુબ જ ઇન્તઝાર હોય છે તે અમરનાથ યાત્રા ૨૯ જૂનથી શ થઈ રહી છે. આ વખતે અમરનાથ યાત્રા ૧૯મી ઓગસ્ટ સુધી એટલે કે ૫૨ દિવસ સુધી ચાલશે. બાબા અમરનાથ યાત્રા માટે આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટી તત્રં કામે લાગી ગયું છે. આ વખતે ચાર ધામ યાત્રા દરમિયાન એકઠી થયેલી ભીડને જોતા અમરનાથ શ્રાઈન બોર્ડ પહેલેથી જ એલર્ટ છે.અને અહી આવનારા ભક્રોને કોઈ તકલીફ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભકતોની બમણી સંખ્યા પ્રમાણે બોર્ડ તૈયારીઓ કરી રહ્યું છે. ૨૯ જૂનથી શ થનારી યાત્રા માટે રજીસ્ટ્રેશન થઈ ગયું છે. બોર્ડે કહ્યું કે અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂકયા છે. આ વખતે ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી શકયતા છે
દરરોજ ૫૦–૫૦ હજાર લોકો માટે રહેવાની વ્યવસ્થા
અમરનાથ યાત્રા માટે વહીવટીતત્રં સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે. અમરનાથ યાત્રીઓ માટે રહેવા માટે ત્રણ જગ્યા બનાવવામાં આવી છે. આ સ્થળો છે બાળ બાલતાલ, પહલગામ અને જમ્મુ. આ ત્રણેય સ્થળો પર દરરોજ ૫૦–૫૦ હજાર લોકો રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ દિવસે જમ્મુથી ૨૦ હજાર લોકોને યાત્રા માટે મોકલવામાં આવશે. તેમાંથી, ૧૦–૧૦ હજાર લોકોને બંને માર્ગેા વચ્ચે વહેંચવામાં આવશે, એટલે કે ૧૦ હજાર લોકોને બાલતાલ રૂટ પર મોકલવામાં આવશે અને બાકીનાને પહેલગામ ટ પર મોકલવામાં આવશે
રૂટ પર દરરોજ ૧૨૫ લંગર લગાવવામાં આવશે
મુસાફરોની સુવિધા માટે ટ પર દરરોજ ૧૨૫ લંગર લગાવવામાં આવશે. લંગરોમાં દરરોજ લગભગ ૧.૫ લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. લંગર ૧૭મી જૂનથી શ થશે. લંગરની સાથે ટ પર ૫૭ જગ્યાએ ટેન્ટ પણ લગાવવામાં આવ્યા છે. યાં ૧.૫ લાખ અમરનાથ યાત્રીઓ માટે રહેવાની વ્યવસ્થા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech