વીજ ગ્રાહકો માટે સ્માર્ટ મીટર મુદ્દે વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વીજ ગ્રાહકો માટે પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવામાં આવશે તેવી ચર્ચા થઈ છે. વિધાનસભા ગૃહમાં કિરીટ પટેલના પ્રશ્નમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો. ઉર્જા વિભાગનું કહેવું છે કે, હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે તો તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકશે. તેમજ વિધાનસભા ગૃહમાં સ્માર્ટ મીટરના ફાયદાની વિગતો જાહેર કરવામાં આવી છે.
ઊર્જા વિભાગના જણાવ્યાનુસાર, હાલના મેન્યુઅલ રીડિંગ પર આધાર રાખવાને બદલે સ્માર્ટ મીટર જાતે વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજ વિતરણ કંપનીઓને ટ્રાન્સમિટ કરે છે. સ્માર્ટ મીટરમાં જે તે વીજ ગ્રાહકના વીજ વપરાશ અંગેના ડેટા તેમજ અન્ય માહિતી સ્માર્ટ મીટરની અપ્લિકેશન દ્વારા મોબાઇલ પર જ નિયમિત અને તાત્કાલિક ધોરણે વીજ ગ્રાહકને મળી રહે છે.
સ્માર્ટ મીટર ગ્રાહકલક્ષી મૈત્રીપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જેમાં એડવાન્સ મીટરિંગ સિસ્ટમ હોવાથી તે ગ્રાહકના સ્માર્ટ મીટર એપ્લિકેશન તેમજ ડિસ્ટ્રિબ્યુશન કંપની બંને સાથે કોમ્યુનિકેટ કરે છે. સ્માર્ટ મીટરથી વીજ કંપની દરેક વિસ્તારની વીજ માંગ સમજી તેનું સરળતાપૂર્વક આયોજન કરી શકે છે.
એપ્લિકેશન મારફતે બીલ ભરો
પ્રધાનમંત્રીના ‘વન નેશન, વન ગ્રીડ’ના કોન્સેપ્ટથી સમગ્ર દેશાને સરખો વીજ પુરવઠો પહોચાડવાનું કાર્ય કરી રહ્યા છે. તેમની દીર્ઘદ્રષ્ટિથી જ એશિયામાં સૌ પ્રથમ ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગની રચના કરવામાં આવી હતી. સમગ્ર ભારત ભવિષ્યમાં ૫૦% ઊર્જા રિન્યુએબલ હશે.કાર્યક્રમમાં અમાર્ટ મીટર અંગેનો ડેમો બતાવવામાં આવ્યો હતો તેમજ સ્માર્ટ મીટર શું છે, સ્માર્ટ મીટર કેવી રીતે કાર્ય કરે છે, સ્માર્ટ મીટરના ફાયદાઓ, સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા, ગ્રાહક સુવિધા કેન્દ્ર, સ્માર્ટ મીટર અંગેની ખોટી ધારણાઓ અને મોબાઈલ એપ્લિકેશનમાં સ્માર્ટ મીટર વપરાશની સચોટ માહિતી પ્રદાન કરવામાં આવી હતી.
સ્માર્ટ મીટર શું છે?
સ્માર્ટ મીટર એ હયાત વીજ મીટરની જેમ જ વીજ વપરાશ નોધાવાનું કાર્ય કરે છે. સ્માર્ટ મીટર વીજ વપરાશની સચોટ માહિતી વધુ સ્પષ્ટતા સાથે પ્રદાન કરે છે. ઉપરાંત ઈ ટુ-વે કોમ્યુનિકેશનની વિશેષતા પણ ધરાવે છે. કાર્યક્રમમાં વીઆઈએ પ્રમુખ સતિષ પટેલ, ડીજીવીસીએલ મેનેજિંગ ડાયરેક્ટર યોગેશે ચૌધરી, જેટકોના મેનેજીંગ ડાયરેક્ટર ઉપેંદ્ર પાંડે, ડીજીવીસીએલના આધિકારી-કર્માચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઊપસ્થિત રહ્યા હતા.
સ્માર્ટ મીટર ઈન્સ્ટોલેશનની પ્રક્રિયા
1. કન્ઝયુમર ઇન્ડેક્સિંગ- ડીજીવીએલના નિયુક્ત પ્રતિનિધિ મીટરની વિગત, ગ્રાહકની વિગત, અક્ષાંશ રેખાંશ, મીટર બોક્સની વિગત, કેબલની વિગત, વગેરે એપ્લિકેશનમાં નોધણી કરશે.
2. મીટર ઈન્સ્ટોલેશન- ડીજીવીએલ કર્મચારી ગ્રાહકના હયાત મીટરના સ્થાને સ્માર્ટ મીટર લગાવાશે. જૂના તથા નવા મીટરની મોબાઈલ એપ્લિકેશનમાં નોધણી કરશે. ત્યારબાદ મીટર સીલ કરી મીટર બદલવાના પ્રોફોર્માની નકલ ગ્રાહકને આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMહસ્તગીરી ડુંગર પર લાગેલી ભીષણ આગ બે કાબુ
March 31, 2025 03:24 PMધંધુકા-ફેદરા રોડ પર રાયકા નજીક સર્જાયેલા અકસ્માતમાં બેના મોત
March 31, 2025 03:21 PMટાર્ગેટ પ્લસ એચિવમેન્ટ; મિલ્કત વેરામાં ૪૧૧ કરોડની આવકથી તિજોરી છલકી
March 31, 2025 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech