રાજકોટમાંકાળઝાળ ગરમી વચ્ચે લૂ લાગવાથી એક વ્યકિતનું બેભાન હાલતમાં જ મોત થયાનું સામે આવતા તત્રં હરકતમાં આવ્યું છે.
બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે છ દિવસ પહેલા બેભાન મળેલા પ્રૌઢનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે. વૃધ્ધને દાખલ કરવામાં આવ્યા ત્યારે બેભાન હોવાથી તેની ઓળખ થઇ શકી નહતી બાદમાં પોલીસ તપાસ દરમિયાન ઓળખ થતા પ્રૌઢ શહેરના વેલનાથપરા–૧૯માં રહેતા અમરશીભાઇ કાનજીભાઈ સીતાપરા (ઉ.વ.૬૦)ના હોવાનું જાણવા મળ્યું હતું. પ્રૌઢ ગત તા.૧૨ના બપોરે દોઢેક વાગ્યાના અરસામાં બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે આવેલા રાણીમાં ડીમાના મંદિર પાછળથી બેભાન હાલતમાં મળી આવતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જેનું સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. મૃતક છૂટક સિકયોરિટી ગાર્ડનું કામ કરતા હતા. પ્રૌઢ છ દિવસ પહેલા બેડીથી સોખડા તરફ હતા ત્યારે તડકાના કારણે બેભાન થઇ ગયા હતા બાદમાં સારવાર દરમિયાન ભાનમાં આવ્યા ન હતા આથી લૂ લાગી જવાથી મોત થયાનું લાગી રહ્યું છે. બનાવથી પરિવારમાં શોક છવાયો છે. જો કે સિવિલ હોસ્પિટલના તબીબોએ પ્રૌઢને લૂં લાગવાથી મોત થયાનું જાણમાં આવ્યું ન હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech