પડધરીમાં મોવૈયા સર્કલ પાસે પ્રૌઢનું કાર હડફેટે મોત

  • July 10, 2024 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડધરીના મોવૈયા સર્કલ પાસે પગપાળા જઈ રહેલા પ્રૌઢને પુરપાટ ઝડપે આવતી કારે અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવની પ્રાપ્ત વિગત મુજબ પડધરી ગામે રહેતા ધીરુભાઈ ભલાભાઈ સોલંકી (ઉ.વ.૬૫) નામના પ્રૌઢ ગત સાંજે આઠેક વાગ્યે મોવૈયા સર્કલી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બંબાટ ઝડપે આવતી કારે પ્રૌઢને ઠોકરે લેતા પ્રૌઢ રોડ ઉપર પટકાયા હતા. અકસ્માત સર્જાતા આસપાસના લોકો સહિતના દોડી આવ્યા હતા અને પરિવારને જાણ કરી ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક ધીરુભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા અને ચાર બહેન ચાર ભાઈમાં બીજા નંબરે હતા અને સંતાનમાં બે દીકરા બે દીકરી છે. અકસ્માત સર્જી્ નાસી જનાર અજાણ્યા કાર ચાલકની પોલીસે શોધખોળ હા ધરી છે. બનાવી પરિવારમાં ગમગીની છવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application