પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો 17મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર 2023 સુધી રહેશે રદ્દ

  • September 17, 2023 07:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્ય પ્રદેશમાં પડેલા ભારે વરસાદ અને મધ્ય પ્રદેશના રાજ્યને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઇ છે. ત્યારે વિસ્તારમાં ભારે વરસાદને કારણે ચાંદોદ-એકતાનગર વચ્ચેના પુલ નં. 61 અને 76માં જોખમી સ્તરથી ઉપર પાણી વહી જવાને કારણે રેલ વ્યવહાર સ્થગિત કરવામાં આવ્યો છે. આ કારણે 17મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર 2023 સુધી જે ટ્રેનો આંશિક રીતે રદ અને રદ કરવામાં આવશે તે નીચે મુજબ છે.


17મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર 2023 સુધી રદ કરાયેલી ટ્રેનો: 

1. ટ્રેન નંબર 09107 - પ્રતાપ નગર - એકતાનગર મેમુ

2. ટ્રેન નંબર 09108 - એકતાનગર - પ્રતાપ નગર મેમુ

3. ટ્રેન નંબર 09109 – પ્રતાપ નગર – એકતાનગર મેમુ

4. ટ્રેન નંબર 09110 - એકતાનગર - પ્રતાપ નગર મેમુ

5. ટ્રેન નંબર 09113 - પ્રતાપ નગર - એકતાનગર મેમુ

6. ટ્રેન નંબર 09114 - એકતાનગર - પ્રતાપનગર મેમુ

7. ટ્રેન નંબર 20947 – અમદાવાદ – એકતાનગર જન શતાબ્દી એક્સપ્રેસ

8. ટ્રેન નંબર 20950 – એકતાનગર – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ


આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

• ટ્રેન નંબર 12927 દાદર - એકતાનગર એક્સપ્રેસને વડોદરા ખાતે  ટર્મિનેટ કરવામાં આવી છે અને આ  

  ટ્રેન વડોદરા - એકતાનગર વચ્ચે 17મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર 2023 સુધી આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 12928 એકતાનગર - દાદર એક્સપ્રેસ વડોદરાથી દાદર સુધી દોડશે અને 18મી સપ્ટેમ્બરથી 

  24મી સપ્ટેમ્બર 2023 સુધી વડોદરા-એકતાનગર વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application