સિંઘમના વિલન પ્રકાશ રાજે કાશ્મીર ફાઇલ્સને બકવાસ ફિલ્મ ગણાવી

  • February 10, 2023 04:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • કેરળમાં એક ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન આખાબોલા એક્ટરે આપી પ્રતિક્રિયા
  • કહ્યું- ઈન્ટરનેશનલ જ્યુરી આવી ફિલ્મો પર થૂકે છે, પઠાનના કર્યા વખાણ



વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ જે દિવસે રીલિઝ થઈ તે દિવસથી તેની ખૂબ ટીકા થઈ રહી છે. તેને લઇ વિવાદો પણ થયા, તેમ છતાં તેમ છતાં ફિલ્મે સારી કમાણી કરી હતી.  11 માર્ચ, 2022ના રોજ ફિલ્મ રીલિઝ થઈ હતી અને કોઈના કોઈ કારણે ફિલ્મ ચર્ચામાં રહી હતી. 25 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે 250 કરોડની કમાણી કરતા વિવેક હવામાં ઉડવા  લાગ્યો છે. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર જેવા એક્ટર્સ જોવા મળ્યા હતા.


 તાજેતરમાં જ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના જ્યુરી હેડે આ ફિલ્મને પ્રોપગાન્ડા વાળી ફિલ્મ જણાવી હતી. અને હવે અભિનેતા પ્રકાશ રાજે પણ તેની જાહેરમાં ટીકા કરી છે. સિંઘમ અને વોન્ટેડ ફિલ્મ ફેમ પ્રકાશ રાજ પોતાનો અભિપ્રાય નીડરતાથી રજૂ કરતો હોય છે. કેરળમાં માતૃભૂમિ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ લેટર્સ દરમિયાન પ્રકાશ રાજે પઠાણ ફિલ્મના વિવાદ પર વાત કરી હતી. 
 
 પ્રકાશ રાજની ગણતરી એવા અભિનેતાઓમાં થાય છે તે રાજકારણથી લઈને સમાજ સુધી, તમામ મુદ્દાઓ પર પોતાના મનની વાત રજૂ કરતા હોય છે. અહીં આ મંચ પર પણ તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન આધારિત ફિલ્મ પર પણ પોતાનો અભિપ્રાય મૂક્યો હતો.

પ્રકાશ રાજે કહ્યું કે....

 ધ કાશ્મીર ફાઈલ્સ સૌથી નોનસેન્સ અને બકવાસ ફિલ્મોમાંથી એક છે. પરંતુ આપણે જાણીએ છીએ કે તેને કોણે પ્રોડ્યુસ કરી છે. ઈન્ટરનેશનલ જ્યુરી આવી ફિલ્મો પર થૂકે છે. પછી ડિરેક્ટર પૂછી રહ્યા છે કે, મને ઓસ્કર કેમ નથી મળી રહ્યો,  હું તમને જણાવુ છું કે કેમ, તમે એક પ્રોપેગન્ડા વાળી ફિલ્મ બનાવો છે. સૂત્રો દ્વારા એવી પણ જાણકારી મળી છે કે આ ફિલ્મ માટે 2000 કરોડ રુપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. પરંતુ તમે હંમેશા લોકોને બેવકૂફ નથી બનાવી શકતા.

પ્રકાશ રાજે શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ વિશે પણ વાત કરી. પ્રકાશ રાજે કહ્યું કે, તે લોકો આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માંગતા હતા અને તે 700 કરોડનો બિઝનેસ કરી ચૂકી છે. આ લોકો બસ ભસી શકે છે. તે કરડી નથી શકતા. તેઓ માત્ર અવાજનું પ્રદૂષણ છે. તમે નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મને 30 કરોડ કમાણી નથી કરાવી શકતા અને પઠાણના બહિષ્કારની વાત કરો છો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application