જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામના કેન્સરના દર્દી માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બની વરદાનરુપ

  • November 18, 2023 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા ના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા અને જામજોધપુર તાલુકાના તાલુકા હેલ્થ ઓફીસર ડો.અલ્તાફ વસનાણીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  શેઠ વડાળાના સબ સેન્ટર ભોજા બેડી  ગામમાં રહેતા આરતીબેન અશ્વિનભાઈ સાકરિયા (ઉમર ૩૦ વર્ષ) નામના બહેનને ૩ મહિનાથી મોઢામાં ચાંદા પડવા જેવી તકલીફ હતી. તેણીએ ગામની આશા વર્કર પુનમબેન અપારનાથીને વાત કરી હતી.
 આશા વર્કર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભોજા બેડી ખાતે પ્રાથમિક તપાસ માટે રીફર કરાયા હતા, જ્યાં સેન્ટર પર કોમ્યુનીટી હેલ્થ ઓફિસર પ્રદીપભાઈ સાગઠીયા, આરોગ્ય કર્મચારી વિજયભાઈ કંડોરીયા, જસુબેન વારસંકીયા દ્વારા દર્દીની તકલીફમાં દર્દીને ૩ મહિનાથી મોઢામાં ચાંદા પડતા હોવાથી કેન્સર જેવું અનુમાન લાગ્યું હતું. આથી તેણીને સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી.
 દર્દી એ જામનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં કેન્સરના રીપોર્ટ કરાવ્યા હતાં,  ત્યાં ઓરલ કેન્સર નિદાન થયું હતું, અને સર્જરી માટે રાજકોટની નાથાલાલ પારેખ હોસ્પિટલ ખાતે ગયા હતા. ત્યાં ખર્ચ વધારે થતો હોય અને  લાભાર્થી પાસે પેલાથી જ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભોજા બેડી દ્વારા (પીએમ-જય) પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું, માટે દર્દીની ઓરલ કેન્સરની સર્જરી તે કાર્ડ હેઠળ વિનામૂલ્યે કરવામાં આવી હતી. હાલ દર્દીની તબિયત સારી છે સબ સેન્ટર બોજા બેડીની આરોગ્ય ટીમ દ્વારા બેંકમાં ખાતું ખોલાવી આપવામાં આવ્યું હતું  અને સરકાર દ્વારા કેન્સરના દર્દી માટે સામાજિક કલ્યાણ ખાતા દ્વારા સહાય માટે ફોર્મ પણ ભરી આપવામાં આવ્યું હતું.
 હાલ અઠવાડિયામાં ૩ વખત દર્દીની મુલાકાત કરવામાં આવે છે અને મોઢાની કસરત કરાવવામાં આવે છે. દર્દીના પરીવાર દ્વારા આરોગ્ય ટીમનો આભાર માન્યો હતો અને સરકાર દ્વારા ચાલતી પીએમ જય યોજના થકી લાભાર્થીને વિનામૂલ્યે સર્જરી કરવામાં આવી હતી, તેમ આરોગ્યની ટીમ અને ડી.એસ.બી.સી.સી. ચિરાગભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application