પ્રેમયોગ ફાઉન્ડેશન દ્વારા મનની સ્વસ્થતા માટે પ્રભાતે ધ્યાન કાર્યક્રમ

  • January 08, 2024 07:36 PM 

ભાવનગર શહેર માં આજે મનની શાંતિ માટે એક અનોખો કાર્યક્રમ યોજાયેલ, કોરોના કાળ પછી માણસ સ્વસ્થ તન માટે અવનવા પ્રયત્નો કરતો દેખાય છે. પરંતુ મનની સ્વસ્થતા માટે કોઈ નક્કર પ્રયોગ નથી કરતો જેને લઈને આજના માનવ જીવનમાં અંશાંતિ, ડિપ્રેશન, ઓવરથીકિંગ જેવા અનેકો માનસીક રોગો ઘર કરી ગયા છે. ત્યારે મનની શાંતિ માટે સહજ ધ્યાન એક બહુ મોટો ઉપાય છે. ત્યારે ભાવનગર ઇસ્કોન કલબ ખાતે પ્રભાતે - ધ્યાન નામથી કાર્યક્રમ યોજાયેલ, આ કાર્યકેમ માં આપણી સંસ્કૃતિ અને પરંપરા થી આવતા નરસિંહ મહેતા અને ગંગાસતી પાનભાઈના પ્રાચીન વિસરાઈ ગયેલા પ્રભાતિયાં ભજનો ગુજરાત ના નામાંકિત કલાકાર રઘુવીર કુંચાલા અને સુરભી પરમાર દ્વારા રજુ કરવામાં આવેલ, અને ત્યારબાદ પ્રેમયોગ ફાઉન્ડેશન ના ફાઉન્ડર શ્રી રણધીર દ્વારા ઉપસ્થિત લોકો સાથે સહજ ધ્યાન ને લઈને વાર્તાલાપ કરેલ અને ત્યારબાદ લોકોએ ધ્યાન કરેલ, પ્રભાતે - ધ્યાન કાર્યક્રમ માં ભાવનગર ના જાગૃત લોકો મનની શાંતિ મેળવવા, જીવનમાંથી અશાંતિ અને ડિપ્રેશન દૂર કરવા ખુબજ મોટી સંખ્યામાં યુવાનો, માહિલાઓ અને પુરૂષો જોડાયેલ અને ધ્યાન ધરેલ, કાર્યક્રમ માં જીતુ વાઘાણી, કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, રાજુભાઇ રાબડીયા, અભય ચૌહાણ સહિત ના રાજકીય આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો પણ ખુબજ મોટી સંખ્યામાં ધ્યાનમાં જોડાયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application