વિશ્વમાં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે. અબજોપતિઓની સંપત્તિ વધી રહી છે અને તેઓ સતત અમીર બની રહ્યા છે. બીજી તરફ ગરીબોની સંખ્યા પણ વધી રહી છે કારણ કે લોકોની આવકમાં ઘટાડો થઇ રહ્યો છે. સ્વિટઝર્લેન્ડના દાવોસમાં યોજાયેલી વલ્ર્ડ ઈકોનોમિક ફોરમની બેઠકમાં ઓકસફેમના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિશ્વના પાંચ સૌથી ધનિક લોકોની સંપત્તિ ૨૦૨૦ બાદ બમણીથી પણ વધુ થઈ ગઈ છે. આ મુજબ જો વર્તમાન વલણ ચાલુ રહેશે તો એક દાયકાની અંદર વિશ્વને તેનો પ્રથમ ટિ્રલિયોનેર એટલે કે ખરબપતિ મળી રહેશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૨૦થી અત્યાર સુધીમાં પાંચ અબજ લોકોની આવકમાં ઘટાડો થયો છે અને ગરીબોની સંખ્યામાં વધારો થયો છે. ઓકસફેમના રિપોર્ટમાં આ વલણના આધારે ગંભીર ચિંતા વ્યકત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો આ સિલસિલો યથાવત રહેશે તો આગામી ૨૨૯ વર્ષ સુધી પણ દુનિયામાંથી ગરીબી દૂર નહીં થાય. દર વર્ષની જેમ ઓકસફેમએ વલ્ર્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક દરમિયાન તેનો વાર્ષિક અસમાનતા રિપોર્ટ જાહેર કરતી વખતે આ જાણકારી આપી છે.
ધનિકોની વધતી જતી સંપત્તિ પર પ્રકાશ ફેંકતા, ઓકસફેમનો અહેવાલ જણાવે છે કે વિશ્વની ૧૦ સૌથી મોટી કોર્પેારેશનોમાંથી સાતમાં સીઇઓ અથવા મોટા શેરહોલ્ડર અબજોપતિ છે. ૧૪૮ ટોચની કોર્પેારેશનોએ ૧૮૦૦ અરબ ડોલરના નફાની કમાણી કરી, જે ત્રણ વર્ષની સરેરાશ કરતાં ૫૨ ટકા વધુ છે. આ સમયગાળા દરમિયાન ધનિક શેરધારકોને તગડી ચૂકવણી કરવામાં આવી હતી, યારે કરોડો લોકોને પગારમાં કાપનો સામનો કરવો પડો હતો. અસમાનતા અને વૈશ્વિક કોર્પેારેટ પાવર પર ઓકસફેમના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વના પાંચ સૌથી ધનિક લોકોની સંપત્તિ ૨૦૨૦ બાદથી પ્રતિ કલાક ૧.૪ કરોડ ડોલરના દરે વધી છે. આ સમયગાળા દરમિયાન તે ૪૦૫ અરબ ડોલરથી બમણાથી પણ વધુ થતા ૮૬૯ અરબ ડોલર થઇ ગઇ છે.
ગરીબી અને અમીરીના વધતા જતા અંતર વચ્ચે સંપત્તિના અસમાન વિતરણનું ઉદાહરણ આપતા ઓકસફેમ ઈન્ટરનેશનલે કહ્યું છે કે 'ગ્લોબલ નોર્થ'ના સમૃદ્ધ દેશો વૈશ્વિક વસ્તીના માત્ર ૨૧ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ આ દેશોની વૈશ્વિક સંપત્તિમાં ૬૯ ટકા હિસ્સો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વના અબજોપતિઓની ૭૪ ટકા સંપત્તિ 'ગ્લોબલ નોર્થ'ના સમૃદ્ધ દેશોમાં છે. તે સ્પષ્ટ્ર છે કે યાં સુધી સમગ્ર વિશ્વમાં આવકની અસમાનતામાં આ વિશાળ તફાવત ઓછો નહીં થાય ત્યાં સુધી સમૃદ્ધિનું અંતર એ જ રહેશે, જે સામાજિક અંતરનું સૌથી મોટું કારણ પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech