અગાઉની ચૂંટણીની સરખામણીએ લોકસભાની આ ચૂંટણીમાં મતગણતરીની કામગીરી આસાન નહીં હોય. કેન્દ્રીય ચૂંટણી પંચે અનેક નિયમોમાં અને બાબતોમાં ફેરફાર કર્યા હોવાથી મતગણતરીનું કામ પડકારજનક બની રહેશે તેવું લાગે છે. આજે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે મત ગણતરીના ૭૦૦ જેટલા સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી હતી. હવે પોસ્ટલ બેલેટની ગણતરી કેવી રીતે કરવી તેની અલગથી તાલીમ આગામી તારીખ ૨૯ ના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે મીટીંગ હોલમાં આપવામાં આવશે. જિલ્લા કલેકટર પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાર આ તાલીમ આપશે.
અગાઉની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટના મતદાનની ટકાવારી ૨૦– ૨૫ ટકા જેટલી રહેવા પામી છે. પરંતુ આ વખતે ૭૫ ટકા મતદાન થયું છે. પોસ્ટલ બેલેટમાં તાલીમના સ્થળે જ મતદાન રાખવામાં આવ્યું હોવાથી ૧૨,૬૦૦ અધિકારીઓ અને કર્મચારીઓએ મતદાન કયુ છે. પોસ્ટલ બેલેટના મતની ગણતરી કરવા માટે અલગથી કાઉન્ટિંગ હોલ પ્રથમ વખત ફાળવવામાં આવ્યો છે.
૧૨૬૦૦ પોસ્ટલ બેલેટ ગણતા પહેલા તેના થપા કરવામાં આવશે અને તે માટે ૨૬ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈવીએમના મતની ગણતરી માટે ૧૪ ટેબલ રાખવામાં આવ્યા છે પરંતુ પોસ્ટલ બેલેટ માટે ૨૬ ટેબલ રાખવા પડા છે અને દરેક ટેબલ પર ૫૦૦ મત ગણવામાં આવશે. પોસ્ટલ બેલેટની મતગણતરી પૂરી થયાના અડધો કલાક પછી રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના ઈવીએમની ગણતરી શ થશે. કારણકે આ બંનેના કાઉન્ટિંગ હોલ બાજુ બાજુમાં છે અને પંચની સૂચના મુજબ અડધો કલાકનો વિરામ આપવામાં આવશે.
સૌથી વધુ સમય ઇલેકટ્રોનિક ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ( ઈટીપીબીએસ) ના મત ગણવામાં પસાર થશે. આ કેટેગરીમાં કુલ ૨૯૨ મત પડા છે પરંતુ તે ગણવામાં ઓછામાં ઓછી ત્રણ કલાક થાય તેવી શકયતા મતગણતરીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ વ્યકત કરી રહ્યા છે. આ માટેની વ્યવસ્થા સમજાવતા ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે અમે ઓનલાઈન આવા મતપત્રકો બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોને મોકલતા હોઈએ છીએ તેમની કંપની મારફત ઓનલાઈન મળેલા મતપત્રકો ડાઉનલોડ કરી વોટીંગ કરી બાય પોસ્ટ મોકલવામાં આવતા હોય છે. આવા મતપત્રકો અમે મોકલ્યા હતા તે જ છે કે કેમ ? તેની સૌપ્રથમ ચકાસણી કરાશે. ત્યાર પછી કયુઆર કોડ સ્કેન કરી ચૂંટણી પંચની મંજૂરી લઈ દરેક મત પત્રકની ગણતરી કરવામાં આવશે. આ માટે વધારાના બે કોમ્પ્યુટર અને સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસે દારુની ભઠ્ઠીનો નાશ કરી વનવિભાગનું વધુ એક વખત નાક કાપ્યુ !
December 23, 2024 02:31 PMકમલાબાગ પોલીસ સ્ટેશન પાસે હવે ‘હીટ એન્ડ ફન’ ની વિચિત્ર ઘટના બની!
December 23, 2024 02:29 PM‘અમારી માધવાણી કોલેજ રાબેતા મુજબ ચાલુ છે, અફવામાં આવવુ નહીં’
December 23, 2024 02:28 PMપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech