ગુજરાત વિધાનસભામાં આજે સીએજી નો અહેવાલ રજૂ થયો હતો જેમાં ગુજરાત સરકારના નાણાકીય હિસાબોના ઓડિટ કરવામાં આવ્યું છે. જેમાં સરકારી હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ ની સકારાત્મક ચિત્ર જોવા મળ્યું છે વર્ષ 2023 24 દરમિયાન 52,154.23 કરોડની સરખામણીએ 5855.63 કરોડ એટલે કે 11.23%નો વધારો નોંધાયો છે.
રાજ્યએ ૨૦૨૩-૨૪ દરમિયાન જીએસટીના અમલીકરણને કારણે ઊભી થતી આવકમાં નુકસાનને કારણે કેન્દ્ર સરકાર દ્વારા ૧૦,૬૯૩.૪૭ કરોડનું વળતર મેળવ્યું છે. તદુપરાંત, રાજ્યએ રાજ્યના અધિકતમ કરજ બાબત નાણા પંચ દ્વારા નિયત કરયેલ નિયમો હેઠળ ગણતરીમાં ન લેવાના હોય તેવા જીએસટી વળતરના બદલે કેન્દ્ર સરકાર તરફથી ૨૦૨૩-૨૪(૩૧ માર્ચ, ૨૦૨૪ના રોજ ૨૨૨,૨૬૧. ૨૧ કરોડના કુલ એક પછી એક લોન)ના વર્ષ દરમિયાન બેક ટુ બેક લોન તરીકે કોઇપણ વળતર સ્વીકાર્યું ન હતું.
૨૦૨૩-૨૪ના વર્ષ દરમિયાન આરબીઆઈએ નોંધેલ રાજ્ય જીએસટી (એસજીએસટી)આંકડા અને નાણા હિસાબોમાં નોંધાયેલા આંકડા વચ્ચે કોઈ તફાવત નહોતો. વર્ષ ૨૦૧૩-૨૪ દરમિયાન ર્૦.૨૧ કરોડનું ખર્ચ મહેસૂલ અનુભાગના બદલે મૂડી અનુભાગ હેઠળ ખોટીરીતે નોંધવામાં આવ્યું હતું. કારણ કે, ખર્ચના હેતુસર રાજ્યએ તેમ કરવા નક્કી કર્યું હતું. પ્રાપ્તિ/મૂડી ખર્ચ અંગેના ખોટા વર્ગીકરણની અસર ફકરા ૬ હેઠળ આપવામાં આવી છે. પ્રાપ્તિ ખર્ચ ર્૦.૨૧ જેટલું ઓછું દર્શાવવમાં આવ્યું હતું.
વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન, રાજ્ય સરકાર દ્વારા ર્૨,૧૬,૯૦૬.૪૭ કરોડની પ્રાપ્તિ (૬૨,૨૨,૭૬૨.૭૩ કરોડની કુલ પ્રાપ્તિના ૯૭.૩૭%) અને રૂ ૧,૭૩,૨૭૬.૩૯ કરોડનો ખર્ચ (૨૧,૮૯,૨૮૫.૭૦ કરોડના કુલ ખર્ચના ૯૧.૫૪%) અને ૬ ૫૩૭૫૦.૯૮કરોડનું મૂડી ખર્ચ ( ર્૫૫,૬૭૯.૨૫ કરોડ મૂડી ખર્ચના ૯૬.૫૪ ટકાનો હિસાબમેળ કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી લોન અને પેશગી ૨,૬૬૬.૬૧ ( રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી કુલ લોન અને પેશગીના ૧૦૦ ટકા)નો હિસાબ મેળ કરવામાં આવ્યો હતો.
છેલ્લા ૨૦૨૩-૨૪ના વર્ષની સરખામણીમાં, રૂ.૧,૯૨,૬૦૮.૪૯ કરોડ ( રૂ.૧,૯૯૪૦૮.૩૨ કરોડ કુલ પ્રાપ્તિના ૯૬.૫૯%) અને રૂ.૧,૬૫,૪૩૩.૬૧ કરોડ મહેસૂલ ખર્ચ(રૂ.૧,૭૯,૫૪૩.૨૯ કરોડ કુલ ખર્ચના ૯૨.૧૫ ટકા) અને ર્૩૪,૨૦૪.૭૯ (૬૩૫,૪૯૮.૮૨ મૂડી ખર્ચના ૯૬.૩૫ ટકા)નો રાજ્ય સરકાર દ્વારા હિસાબ મેળ કરવામાં આવ્યો હતો. ર્૧,૪૬૫.૭૮ (રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ કુલ લોન અને પેશગીઓના ૧૦૦ ટકા)ની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી લોન અને પેશગીઓનો છેલ્લા વર્ષ દરમિયાન હિસાબમેળ કરવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારના ૩૧મી માર્ચ ૨૦૨૪ના રોજ પૂરાં થતા વર્ષના નાણાકીય હિસાબો દર્શાવતું આ સંપાદન, રાજ્યના એકત્રિત ફંડ અને આકસ્મિકતા નિધિ અને જાહેર હિસાબમાંથી અથવા/અને તેમાં લેવડદેવડ સમાવિષ્ટ કરતા વર્ષ માટેની રાજ્યની નાણાકીય સ્થિતિ અને વર્ષ દરમિયાનની સરકારની પ્રાપ્તિઓ અને ચુકવણીઓના હિસાબ દર્શાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech