લાલપુરના દારુના કેસમાં પોરબંદરનો શખ્સ ઝબ્બે

  • January 30, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુર પોલીસ સ્ટેશનના ૨ વર્ષ પહેલાંના દારૂ અંગેના એક કેસમાં નાસતા ફરતા રહેલા પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકના એક શખ્સને લાલપુર પોલીસે ઝડપી લીધો છે.
પોરબંદરના કુતિયાણાના વતની જુગલ ઉર્ફે જીગર સરમણ મોરી નામના રબારી શખ્સ સામે લાલપુર પોલીસ મથકમાં આજથી બે વર્ષ પહેલાં દારુ અંગેનો કેસ કરવામાં આવ્યો હતો, અને તે ગુનામાં પોતે છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો રહ્યો હતો.
ઉપરોક્ત આરોપી લાલપુર તાલુકાના ખાયડી ગામ પાસે આવ્યો છે, આથી લાલપુર પીએસઆઇ એસ.પી. ગોહિલ, હેડ કોન્સ. હસમુખભાઇ, જયપાલસિંહ, સોમાભાઇ વિગેરે તપાસમાં હતા ત્યારે ચોક્કસ બાતમીના આધારે લાલપુર પોલીસે દરોડો પાડી તેને ઝડપી લીધો છે, અને લાલપુર પોલીસ મથકમાં લઈ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
***
ભાણવડ અને કલ્યાણપુરમાં વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

ભાણવડ તાલુકાના પાછતરડી ગામે રહેતા બાવન ડાયા હુણ નામના ૨૩ વર્ષના શખ્સને પોલીસે રૂપિયા ૪,૮૦૦ ની કિંમતની ૧૨ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં સપ્લાયર તરીકે પોરબંદર તાલુકાના સિંહઝર નેશ ખાતે રહેતા બાવન કાના કટારાનું નામ જાહેર થયું છે.
અન્ય એક દરોડામાં ભાણવડ પોલીસે રાવલ ગામના કમલેશ ઉર્ફે સોઢી જેસા પરમાર અને વિજય કાંતિલાલ સોલંકી નામના બે શખ્સોને રૂપિયા ૨,૦૦૦ ની કિંમતની વિદેશી દારૂની પાંચ બોટલ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં પોરબંદર તાલુકાના મોઢવાડા ગામનો ટીના રામા નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું જાહેર થયું છે.
***
લાખાબાવળ પાટીયે ઇંગ્લીશ દારુ સાથે એક પકડાયો: બાલવા સીમમાં દેશી દારુ અંગે દરોડો : આથો જપ્ત

જામનગરથી ખંભાળીયા હાઇવે, લાખાબાવળના પાટીયા પાસે એક શખ્સને ઇંગ્લીશ દારુની ૧ બોટલ સાથે દબોચી લીધો હતો, જયારે જામજોધપુરના બાલવા ગામ પાસે સીમ વિસ્તારમાં દેશી દારુ બનાવવાનો ૨૦૦ લીટર આથો જપ્ત કરાયો હતો.
જામનગરના સ્વામીનારાયણનગરમાં રહેતા દિલીપ મંગા સુરડીયા નામના શખ્સને ઇંગ્લીશ દારુની ૧ બોટલ લઇને લાખાબાવળ પાટીયા પાસેથી નીકળતા સિકકા પોલીસે દબોચી લીધો હતો. અને તેની સામે પ્રોહી મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
જયારે જામજોધપુરના બાલવા ગામની રેલ્વે સોસાયટીમાં રહેતા શાહરુખ જુમા શેખ અને બાલવા ગામના વણકરવાસમાં રહેત અશ્ર્વીન રામજી ધુળા નામના શખ્સો દેશી દારુ બનાવે છે એવી બાતમી મળતા જામજોધપુર પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી હતી, દરમ્યાનમાં બાલવા સીમ વિસ્તાર, તળાવ પાસે દરોડો પાડી દારુ બનાવવાનો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application