સૌરાષ્ટ્ર્રમાં સૌથી વધુ ઠંડી પોરબંદરમાં સાડા ત્રણ ડિગ્રીનો એકસાથે ઘટાડો

  • November 20, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર્ર કચ્છ સહિત રાયભરના લઘુતમ તાપમાનમાં સામાન્યથી નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ સૌથી વધુ ઘટાડો પોરબંદરમાં નોંધાયો છે. પોરબંદરમાં ગઈકાલે ૧૯ ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યા પછી આજે તેમાં એક જ ધડાકે સાડા ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે અને પોરબંદરમાં આજનું લઘુતમ તાપમાન ૧૫.૮ ડિગ્રી છે. જે સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં સૌથી નીચું તાપમાન છે. સમગ્ર રાયમાં સૌથી નીચું તાપમાન કચ્છમાં નલિયા ખાતે ૧૪.૧ ડીગ્રી નોંધાયું છે. નલિયામાં ગઈકાલે લઘુતમ તાપમાન ૧૫.૫ ડિગ્રી હતું. કચ્છમાં ભુજ ખાતે ઠંડીના પ્રમાણમાં ખાસ વધઘટ થવા પામી નથી. ભુજમાં ગઈકાલે ૧૮.૬ અને આજે ૧૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અમરેલીમાં આજે ૧૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે જે ગઈકાલ કરતાં અડધો ડિગ્રી જેટલું ઓછું છે. ભાવનગરમાં ગઈકાલે ૧૯.૨ અને આજે ૧૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. દ્રારકામાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુત્તમ તાપમાન ૨૦.૯ ડિગ્રી રહ્યું છે. રાજકોટમાં ગઈકાલે ૧૭.૨ અને આજે ૧૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ઓખામાં ગઈકાલે ૨૫ અને આજે ૨૪.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. રાજયના અન્ય શહેરોના તાપમાન પર નજર કરીએ તો અમદાવાદમાં ૧૮.૬ ડીસામાં ૧૫.૯ વડોદરામાં ૧૭ અને સુરતમાં ૨૧ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
બંગાળની ખાડીમાં સાઉથ આંદામાન નજીક આજે સવારે એક સાયકલોનિક સકર્યુલેશન જોવા મળ્યું છે. આવતીકાલ સુધીમાં તે લો પ્રેસરમાં પરિવર્તિત થઈને નોર્થ વેસ્ટ દિશામાં આગળ વધશે. તારીખ ૨૩ ના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે અને તે ૪૮ કલાક પછી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.
દક્ષિણ ભારતના રાયોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે.  બંગાળની ખાડીની આ નવી સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં વરસાદની તીવ્રતામાં વધારો થવાની શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application