ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદર જિલ્લામાં માત્ર એક ઇંચ વરસાદ વરસ્યો

  • September 27, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે તેમ છતા પોરબંદર જિલ્લામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્યારબાદ વરાપ જોવા મળી છે.
સમગ્ર પોરબંદર જિલ્લામાં રાત્રિ દરમિયાન એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,ત્યારે પોરબંદર જિલ્લામાં ગઈકાલે રાત્રે સાર્વત્રિક એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.એકાદ મહિનાના વિરામ બાદ મેઘરાજાની પોરબંદર જિલ્લામાં એન્ટ્રી થઇ હતી અને ત્રણે ત્રણ તાલુકાઓમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે.એ જ રીતે બરડા પંથકના ગામડાઓમાં પણ સાર્વત્રિક મેઘમહેર થઈ છે.હાલમાં મગફળી સહિતના પાકને પિયતની જ‚રીયાત છે ત્યારે જ વરસાદ વરસતા ખેડુતોમાં પણ ખુશી જોવા મળી છે.પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી વધુ મોસમનો કુલ વરસાદ પોરબંદર તાલુકામાં ૬૪ ઇંચ થી વધુ પડી ચુક્યો છે જ્યારે રાણાવાવ તાલુકામાં ૬૨ ઇંચ અને કુતિયાણા તાલુકામાં ૫૦ ઇંચ કુલ વરસાદ નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application